મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચીનની ડબલ ગેમ.... પહેલા પહેલગામ હુમલાની નિંદા કરી, પછી પાકિસ્તાનને ગણાવ્યું 'ખાસ મિત્ર'

કપટી ચીનની વાસ્તવિક્તા સામે આવી છે. ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકવાદી હુમલ

ચીનની ડબલ ગેમ.... પહેલા પહેલગામ હુમલાની નિંદા કરી, પછી પાકિસ્તાનને ગણાવ્યું 'ખાસ મિત્ર'

કપટી ચીનની વાસ્તવિક્તા સામે આવી છે. ઉલ્લેખનીય છે કે  પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરતી વખતે, ચીને એક તરફ આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યું અને બીજી તરફ, પાકિસ્તાનને તેનો 'લોખંડી મિત્ર' ગણાવીને, તેની સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય સ્વતંત્રતા માટે પોતાનો ટેકો પુનરાવર્તિત ક હતોર્યો. આ ઘટના ભારત-ચીન-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી ખેંચતાણમાં એક નવો અધ્યાય બની ગઈ છે, જ્યાં ચીનની 'બે-મુખી' નીતિ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

વિદેશ મંત્રી ઇશાક ડાર સાથે વાત કરી

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ તાજેતરમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર સાથે વાત કરી હતી. આ દરમિયાન, તેમણે પાકિસ્તાનની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને રાષ્ટ્રીય સ્વતંત્રતાના રક્ષણમાં ચીનના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. વાંગ યીએ પાકિસ્તાનને 'સર્વકાલીન વ્યૂહાત્મક ભાગીદાર' અને 'લોખંડ જેવો મિત્ર' (ખાસ મિત્ર) ગણાવ્યું હતું. ચીનના વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વાંગે પાકિસ્તાનના સંયમ અને જવાબદાર વલણની પ્રશંસા કરી.

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ 

વાંગ યીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે પણ ફોન પર વાત કરી અને પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી. તેમણે કહ્યું કે ચીન આતંકવાદનો વિરોધ કરે છે. ચીનના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિદ્રશ્ય જટિલ અને અસ્થિર છે. આવી સ્થિતિમાં, એશિયામાં શાંતિ અને સ્થિરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેને જાળવી રાખવી જોઈએ.

ચીને એમ પણ કહ્યું કે તે ઇચ્છે છે કે બંને પક્ષો, ભારત અને પાકિસ્તાન, સંયમ રાખે, વાતચીત અને પરામર્શ દ્વારા પરસ્પર મતભેદોનો ઉકેલ લાવે અને લશ્કરી મુકાબલામાં વધારો ટાળે. બેઇજિંગે આશા વ્યક્ત કરી કે બંને દેશો એક વ્યાપક અને સ્થાયી યુદ્ધવિરામ તરફ આગળ વધશે, જે ફક્ત બંને દેશો જ નહીં પરંતુ સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય ઇચ્છે છે.
નિષ્ણાતો માને છે કે ચીનની આ નીતિ બેવડી છે, જ્યાં એક તરફ તે આતંકવાદની નિંદા કરે છે, તો બીજી તરફ તે પાકિસ્તાનના સમર્થનમાં ઉભું જોવા મળે છે, જે ઘણી વખત આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે. બે મુખવાળા રોમન દેવ જાનુસની જેમ, ચીન પણ બે મુખ સાથે દુનિયા સમક્ષ ઊભું છે.
યુદ્ધવિરામની જાહેરાત બાદ, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ચીનનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે હું ચીનના રાષ્ટ્રપતિ અને ચીનના લોકોનો હૃદયથી આભાર માનવા માંગુ છું, જેઓ છેલ્લા 58 વર્ષથી પાકિસ્તાનની સાથે ઉભા છે.

આ સમાચાર શેર કરો