UP: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કેમ્પસમાં ફાયરિંગ, 2 કર્મચારીઓને ગોળી વાગતા થયા ઘાયલ
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેમ્પસમાં 2 કર્મચારીઓ પર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ઘટના બાદ AMU

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેમ્પસમાં 2 કર્મચારીઓ પર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ઘટના બાદ AMU સુરક્ષાકર્મીઓએ બે હુમલાખોરોને પકડી લીધા છે. ફાયરિંગ દરમિયાન ઘાયલ થયેલા બંને જણાને મેડિકલ કોલેજમાં દાખલ કરાયા છે. ફાયરિંગની ઘટના સામે આવતાં જ કેમ્પસમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. ફાયરીંગ થતાની સાથે જ નજીકમાં હાજર સુરક્ષાકર્મીઓની સતર્કતાથી હુમલાખોરોની તુરંત ધરપકડ કરી લીધી.
AMU કેમ્પસમાં ફાયરિંગની ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની જવાહરલાલ નેહરુ (જેએન) મેડિકલ કોલેજમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ ઘટનાને અંજામ આપનારા બદમાશો કેન્ટીન સંચાલક પાસે હપ્તાની માંગણી કરી રહ્યા હતા. જ્યારે કેન્ટીન સંચાલકે હપતો આપવાની ના પાડી તો આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું.
આ ઘટના જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજના સ્પેશિયલ વોર્ડ પાસે સ્થિત કેન્ટીનની બહાર બની હતી. અડધો ડઝનથી વધુ વખત ફાયરિંગ કરવાના કારણે સ્થળ પર અફરાતફીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ છે. જણાવવામાં આવ્યું કે કેન્ટીન વિવાદને લઈને અહીં અગાઉ પણ મારામારી અને ગોળીબાર થઈ ચૂક્યા છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માં ફાયરિંગનો મામલો 2018માં પણ સામે આવ્યો હતો. ત્યારબાદ કેમ્પસના આરએમ હોલમાં ગોળીબાર થયો હતો. આ ઘટનામાં બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત બંને વિદ્યાર્થીઓ સગા ભાઈઓ હતા. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે કેટલાક દબંગ વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ પાસેથી 3 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરી રહ્યા હતા. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ પૈસા આપવાની ના પાડી તો ગુંડાઓએ વિદ્યાર્થીઓ પર છરી અને પિસ્તોલના બટથી હુમલો કર્યો હતો. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેટલાક ડામિશ વિદ્યાર્થીઓ બળજબરીથી કેટલાક વિદ્યાર્થીઓને જિન્ના મુદ્દે ચાલી રહેલા ધરણા પર બેસાડવા માગતા હતા. જ્યારે તેઓએ ના પાડી તો તેઓએ પીડિતોને ગોળી મારી દીધી.






