Video: ગાઝિયાબાદના વસુંધરાની બિલ્ડિંગમાં આગ

સોર્સ: gstv

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના વસુંધરામાં આવેલી JKG હાઇટ્સ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સેક્ટર-18માં આવેલી આ બિલ્ડિંગના આઠમા અને નવમા માળે આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં બિલ્ડિંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો સામે આવવાની બાકી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત