મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મધ્યપ્રદેશમાં ચાલુ ટ્રેનના એન્જિનમાં લાગી આગ, મુસાફરોએ કૂદીને બચાવ્યો જીવ

મધ્યપ્રદેશના રતલામથી મોટા સમાચાર આવી રહ્યા છે, જ્યાં એક ટ્રેન અકસ્માતનો ભોગ બની છે. ઈન્દોરથ

મધ્યપ્રદેશમાં ચાલુ ટ્રેનના એન્જિનમાં લાગી આગ, મુસાફરોએ કૂદીને બચાવ્યો જીવ

મધ્યપ્રદેશના રતલામથી મોટા સમાચાર આવી રહ્યા છે, જ્યાં એક ટ્રેન અકસ્માતનો ભોગ બની છે. ઈન્દોરથી રતલામ જઈ રહેલી DEMU ટ્રેનમાં આ દુર્ઘટના થઈ હતી, જે બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટ્રેનમાં સવાર મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટના રતલામ નજીક પ્રિતમનગર અને રૂનિયા રેલવે સ્ટેશન વચ્ચે બની હતી. ટ્રેનના એન્જિનમાં આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ હતી. જ્યાં અકસ્માત થયો હતો ત્યાં ફાયર બ્રિગેડને પહોંચવાનો કોઈ રસ્તો નથી.

રતલામ નજીક પ્રીતમનગર અને રૂણીજા રેલવે સ્ટેશન વચ્ચે ઈન્દોર-રતલામ ડેમુ ટ્રેનના એન્જિનમાં આગ ફાટી નીકળી હતી. એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોઈને તરત જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી, ત્યારબાદ મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી અને મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી સ્થાનિક ખેડૂતો અને ટ્રેન સ્ટાફ અને મુસાફરો એન્જિનમાં લાગેલી આગને ઓલવવાનું કામ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી ત્યાં સુધી ફાયર બ્રિગેડ પહોંચવાનો કોઈ રસ્તો નથી.

આ સમાચાર શેર કરો