Video: સાઈ મેરીગોલ્ડ સોસાયટીમાં આગ

સાઈ મેરીગોલ્ડ સોસાયટીના ફ્લેટમાંથી અચાનક ધુમાડાના નીકળતા જોઈને આસપાસના લોકોએ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતા જ અગ્નિશામક દળની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટૂંક સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફ્લેટમાં રહેલો તમામ ઘરવખરીનો સામાન અને કિંમતી વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી . પોલીસ અને ફાયર વિભાગ આગના સાચા કારણની વધુ તપાસ કરી હતી
જાહેરાત







