Video: મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ ખાતે ભક્તિભાવથી ઉજવાઈ દિવાળી

ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલ પવિત્ર શ્રી કૃષ્ણ જન્મભૂમિ ખાતે છોટી દિવાળીના અવસરે શ્રદ્ધાળુઓનો અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોએ કાનજીના દરબારમાં દીવા પ્રગટાવીને દિવાળીના આ પર્વની ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી. મંદિર પરિસરમાં ભક્તિસંગીતની ધૂન અને વિશેષ પ્રાર્થનાઓ વચ્ચે ભક્તોએ દિવ્ય વાતાવરણનો અનુભવ કર્યો હતો. છોટી દિવાળીના આ પાવન અવસરે સમગ્ર જન્મભૂમિ પરિસર રોશની અને મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું, જ્યાં ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.
જાહેરાત








