મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ વિરુદ્ધ નોધાઈ વધુ એક FIR, જાણો આ વખતે શું કાંડ કર્યું

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નાના ભાઈ શાલિગ રામ ગર્ગ ફરી એકવાર ચર્ચામાં છે. આ વ

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ વિરુદ્ધ નોધાઈ વધુ એક FIR, જાણો આ વખતે શું કાંડ કર્યું

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નાના ભાઈ શાલિગ રામ ગર્ગ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેના પર ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર હુમલો કરવાનો આરોપ છે. છતરપુર પોલીસે શાલિગ રામ સહિત 11 લોકો વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને ઘટનાની તપાસ શરૂ કરી છે. શાલિગ રામ અને અન્ય તમામ ઘટના બાદ ફરાર હોવાનું કહેવાય છે. પોલીસ તેમને શોધી રહી છે.

મળતી માહિતી મુજબ, બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલિગ રામ ગર્ગ ગુરુવારે મોડી રાત્રે સાગર રોડ પર સ્થિત મુગવારી ટોલ પ્લાઝાથી તેના અન્ય 10 સાથીઓ સાથે છતરપુર તરફ આવી રહ્યા હતા. જ્યારે ટોલ પ્લાઝાના કર્મચારીઓએ તેમની કાર રોકી તો શાલિગ રામ ગુસ્સે થઈ ગયા અને તેમના સાથીઓ સાથે મળીને ટોલ કર્મચારીઓને માર માર્યો. આ પછી તમામ લોકો સ્થળ પરથી ભાગી ગયા હતા.

ઘટના બાદ ટોલ પ્લાઝાના કર્મચારીઓએ મારપીટ અંગે પોલીસને જાણ કરી હતી. ફરિયાદના આધારે, છતરપુર પોલીસે શાલિગ રામ ગર્ગ અને અન્ય 10 લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 323, 294, 506, 427 (34) હેઠળ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. માહિતી આપતાં છતરપુરના એસપી અગમ જૈને કહ્યું કે હાલમાં ટોલ પ્લાઝાના કર્મચારીઓની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

આ અગાઉ પણ શાલિગ રામ ગર્ગ પર ગામના એક દલિત પરિવારની દીકરીના લગ્નમાં ફાયરિંગ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો