VIDEO: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અનેક સ્થળોએ જંગલોમાં ભીષણ આગ
સોર્સ : GSTV
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અનેક સ્થળોએ જંગલોમાં ભીષણ આગ ફાટી નીકળી. સતત ગરમી અને લાંબા સમયથી સૂકા વાતાવરણને કારણે આગ વ્યાપક સ્વરૂપ લઈ રહી છે.વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક અધિકારીઓ આગને કાબુમાં લાવવા માટે સતત પ્રયાસજારી છે. વન સંરક્ષક સતપાલે જણાવ્યું કેછેલ્લા 12 અઠવાડિયામાં જિલ્લામાં રાજૌરી અને નૌશેરા વિસ્તારોમાં કુલ 45 જંગલ આગની ઘટનાઓ નોંધાઈ છે. કાલાકોટ તહસીલના સિયાલસુઈ ખાદર વિસ્તારમાં પણ વ્યાપક નુકસાન થયું છે.તેમણે આશા વ્યક્ત કરી કે તાજેતરના વરસાદ પછી તાપમાનમાં ઘટાડો થતાં આગની ઘટનાઓ ઘટશે.

