મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

J&Kમાં ચૂંટણી જીતતાં જ ફારુક ઉમરના બદલાયા સૂર, હવે કલમ 370 નહીં પરંતુ સરકારની આ છે પ્રાથમિકતા

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા નેશનલ કોન્ફરન્સે જાહેર રેલીઓમાં તેમજ પાર્ટીના ઘોષણાપત્

J&Kમાં ચૂંટણી જીતતાં જ ફારુક ઉમરના બદલાયા સૂર, હવે કલમ 370 નહીં પરંતુ સરકારની આ છે પ્રાથમિકતા

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા નેશનલ કોન્ફરન્સે જાહેર રેલીઓમાં તેમજ પાર્ટીના ઘોષણાપત્રમાં કલમ 370 પરત કરવાનું વચન આપ્યું હતું. પરંતુ ચૂંટણી જીત્યા બાદ ફારૂક ઉમરના સૂર બદલાયેલા જોવા મળ્યા છે. NCનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો તેની પ્રાથમિકતા છે. ફારુક અબ્દુલ્લા ગુરુવારે ચૂંટણીમાં એનસી-કોંગ્રેસ ગઠબંધનને જીત અપાવવા બદલ લોકોનો આભાર માની રહ્યા હતા. આ દરમિયાન તેમણે શપથ ગ્રહણ બાદ સરકારના કાર્યોની પ્રાથમિકતાઓની બતાવી હતી. ફારુકે કહ્યું કે તેમને આશા છે કે કેન્દ્ર સરકાર તેમના પ્રત્યે નિષ્પક્ષતા દર્શાવશે અને પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા પર ટૂંક સમયમાં વાતચીત શરૂ થશે.

મીડિયાએ ઓમર અબ્દુલ્લાને કલમ 370 વિશે પૂછ્યું તો તેઓ સ્પષ્ટ રીતે બોલ્યા નહીં, એક રીતે તેમણે પ્રશ્ન ટાળી દીધો હતો. શ્રીનગરમાં પત્રકારો સાથે વાત કરતા ઓમરે કહ્યું કે અમારા રાજકીય વલણમાં કોઈ ફેરફાર થયો નથી. અમે અનુચ્છેદ 370ના મુદ્દે ક્યારેય ચૂપ રહ્યા નથી અને રહીશું પણ નહીં. આ અમારા માટે હવે કોઈ મુદ્દો નથી પરંતુ અમે લોકોને મૂર્ખ બનાવવા માંગતા નથી. જેમણે કલમ 370 નાબૂદ કરી છે તેમના (ભાજપ) પાસેથી તે પાછું મેળવવાની અપેક્ષા રાખવી મૂર્ખતા હશે.
 
ફારુકે કહ્યું, 'અમારી પ્રાથમિકતા જમ્મુ-કાશ્મીરમાં લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેનો ઉકેલ શોધવાની છે. રાજ્યમાં ઘણા બધા મુદ્દાઓનો ઉકેલ લાવવાની જરૂર છે. અમને આશા છે કે કેન્દ્ર સરકાર આ કામમાં અમને મદદ કરશે. કલમ 370ની પુનઃસ્થાપનામાં સમય લાગશે પરંતુ અમારી પ્રથમ પ્રાથમિકતા જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાની છે.

જમ્મુ અને કાશ્મીર ભારતનો તાજ છે - ફારૂક

એનસી નેતાએ કહ્યું કે તેઓ રાજ્યની નવી સરકારને કેન્દ્ર સરકાર તમામ શક્ય મદદ પૂરી પાડવાની અપેક્ષા રાખે છે કારણ કે જમ્મુ અને કાશ્મીર ભારતનો તાજ છે. તાજ ચમકશે તો આખું ભારત ચમકશે. ફારુકે કહ્યું કે તેમને આશા છે કે તેમના ધારાસભ્યો પણ સાચો માર્ગ અપનાવશે અને સરકારના લક્ષ્યોને પૂર્ણ કરવા સાથે મળીને કામ કરશે. કલમ 370 પુનઃસ્થાપિત કરવામાં સમય લાગશે. આ માટે અમારે કોર્ટમાં જવું પડશે પરંતુ સૌથી પહેલા રાજ્ય માટે સંપૂર્ણ દરજ્જો મેળવવો પડશે જેથી અહીં કામ થઈ શકે.

આ સમાચાર શેર કરો