Video: પાણીની અછતથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ

મહારાષ્ટ્રના જાલના જિલ્લાના હસ્ત પોખરી ગામમાં પાણીની ગંભીર અછત સર્જાતા જામફળના બગીચાઓ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે અને સ્થાનિક ખેડૂતો પાક નુકસાનની ભીતિનો સામનો કરી રહ્યા છે. સિંચાઈ માટે પૂરતું પાણી ન મળવાથી ઝાડ સુકાઈ જવા અને ફળોનો વિકાસ અટકી જવાની સમસ્યા ઉભી થઈ છે. મહેનત અને મૂડી રોકીને તૈયાર કરેલા બગીચા બચાવવા માટે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જળસંકટના કારણે ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી શકે છે. ખેડૂતોએ તંત્ર સમક્ષ સિંચાઈ માટે તાત્કાલિક પાણી ઉપલબ્ધ કરાવવા અને યોગ્ય મદદ પૂરી પાડવાની માંગ કરી છે.
જાહેરાત














