Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Even after the High Court verdict, the government did not take any action against NICE, Union Minister H. d. A serious allegation by Kumaraswamy

VIDEO: હાઈકોર્ટના ચુકાદા બાદ પણ સરકારે NICE સામે કોઈ પગલાં ન લીધા,કેન્દ્રીય મંત્રી એચ. ડી. કુમારસ્વામીનો ગંભીર આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેન્દ્રીય ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી એચ. ડી. કુમારસ્વામીએ કર્ણાટક સરકાર પર નિશાન સાધતા ગંભીર આક્ષેપ કર્યો છે કે રાજ્ય સરકારે નાંદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોરિડોર એન્ટરપ્રાઇઝ (NICE) સામે સંપૂર્ણપણે સમર્પણ કરી દીધું છે. હાઈકોર્ટના આદેશો છતાં કંપની સામે કોઈ નક્કર કાર્યવાહી ન થવા પર તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. 

App Store

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, “હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો હોવા છતાં સરકાર કોઈ જ પગલાં લીધા વિના જે પ્રકારનું વલણ દાખવી રહી છે, તે બિલકુલ અસ્વીકાર્ય છે. એક મહિના પછી પણ કાર્યવાહી શૂન્ય: તેમણે ઉમેર્યું કે હાઈકોર્ટના નિર્દેશોને એક મહિનો વીતી ગયો હોવા છતાં, સરકાર NICE કંપનીની કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કોઈ પગલાં ભરી રહી નથી.

પ્રોજેક્ટ સરકાર હસ્તગત કરવાની માંગ

કુમારસ્વામીએ રાજ્ય સરકારને બેંગલુરુ-મૈસૂર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોરિડોર પ્રોજેક્ટમાં થયેલા નિયમોના ઉલ્લંઘન બદલ સમગ્ર પ્રોજેક્ટ પોતાના હસ્તક લેવા અને ટોલ વસૂલાત તાત્કાલિક બંધ કરવા અગાઉ પણ માંગણી કરી હતી.

કુમારસ્વામીના આ નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને વિપક્ષ દ્વારા કોંગ્રેસ સરકારની ભૂમિકા સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.