Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Police brutally beat up businessman for not giving free goods in Limbayat

VIDEO: લિંબાયતમાં મફત સામાન ન આપવા મુદ્દે પોલીસે વેપારીને બેરહેમીપૂર્વક માર માર્યો, ઘટના CCTVમાં કેદ, પીડિત હાઈકોર્ટના શરણે

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના લિંબાયતમાં 13 જુલાઈની રાત્રે મફત સામાન ન આપવાના મુદ્દે પાંચ પોલીસકર્મીઓએ ટી-સેન્ટરના વેપારી મનોજ સરોજને માર માર્યાના ગંભીર આક્ષેપ થયા છે. વેપારીનો આરોપ છે કે પોલીસકર્મીઓ રોજ દુકાનેથી 700થી 800 રૂપિયાનો સામાન મફતમાં લઈ જતા અને પૈસા માંગતા અદાવત રાખી માર માર્યો હતો. 

App Store

CCTV ફૂટેજમાં પોલીસકર્મીઓ વેપારીને વાળ ખેંચી, દંડાથી મારતા અને ઢસડીને લઈ જતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પીડિતે પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કર્યા બાદ હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરી છે અને હાઈકોર્ટમાં ગયા બાદ જાનથી મારી નાખવાની ધમકી મળ્યાનો આક્ષેપ કર્યો છે. પોલીસના ડરથી અંડરગ્રાઉન્ડ થયેલા વેપારીએ સોશિયલ મીડિયા પર લાઈવ થઈ ગુજરાત સરકાર પાસે ન્યાયની માંગ કરી છે.