VIDEO: સુરતના લિંબાયતમાંથી પોલીસે હથિયાર સાથે એક શખ્સની ધરપકડ કરી
સોર્સ : gstv
સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર દેશી બનાવટની ટ્રિગરવાળી પિસ્ટલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સમીરશા ઉર્ફે અગ્નીપથ રાશીદ શાને ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ વધુ તપાસ હાથ ધરી હતી. આરોપીએ ખુલ્લા મેદાનમાં હથિયાર સંતાડી રાખ્યું હોવાનું સામે આવ્યું છે. ઘરેલુ ઝગડાના મામલે આરોપી હથિયાર લઈને પહોંચ્યો હતો, પરંતુ કોઈ ગુનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો. આરોપી સામે અગાઉ ઉધના પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

