VIDEO: સુરતમાં 5.75 કરોડના જમીન કૌભાંડ મામલે ઇકો સેલ પોલીસે કાર્યવાહી કરી, 5 આરોપીઓને દબોચ્યા
સોર્સ : gstv
સુરતમાં રૂપિયા 5.75 કરોડના જમીન કૌભાંડ મામલે ઇકો સેલ પોલીસે મોટી કાર્યવાહી કરતા મહિલા સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ વિદેશમાં રહેતા મૂળ ખેડૂતોના નામે બેંકોમાં બોગસ એકાઉન્ટ ખોલાવી જમીન સોદામાં છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન બે બેંક કર્મચારીઓની સંડોવણી પણ બહાર આવતા પોલીસે તેમની ધરપકડ કરી છે. સાથે જ બોગસ સીમકાર્ડ ઉપલબ્ધ કરાવનાર વોડાફોનના ડિસ્ટ્રીબ્યુટરને પણ ઝડપી લેવામાં આવ્યો છે. ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ ઇકો સેલે ગણતરીના દિવસોમાં ઓપરેશન પાર પાડી કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

