Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Police nab gang involved in robbery in Surat

VIDEO: સુરતમાં લૂંટ ચલાવી મહારાષ્ટ્ર ભાગવાની ફીરાકમાં હતી ગેંગ, ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે આ રીતે ઝડપી પાડ્યા

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતની સચિન પોલીસને એક મોટી સફળતા મળી છે, જેમાં ભયાનક હુમલો કરી લૂંટ ચલાવનારા ૪ રીઢા આરોપીઓને ગણતરીના કલાકોમાં જ દબોચી લેવામાં આવ્યા છે. આ ગેંગે રૂ. ૩ લાખની ઉઘરાણીના મામલે છરી, ચપ્પુ અને પાવડા જેવા ઘાતક હથિયારોથી હુમલો કરી લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ મહારાષ્ટ્ર ભાગી જવાની ફિરાકમાં હતી, પરંતુ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને તેઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ પકડમાં આવેલા આરોપીઓની ઓળખ રાકેશ વાઘ, રાજ ઉર્ફે આર.પી. પાટીલ, સેફર અન્સારી અને સુબોધ રમાણી તરીકે થઈ છે. પોલીસે તેમની પાસેથી ગુનામાં વપરાયેલા હથિયારો અને અન્ય મહત્વના પુરાવા કબજે કર્યા છે. પ્રાથમિક તપાસમાં આ ચારેય આરોપીઓનો મોટો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો છે, જેમાં તેઓ અગાઉ પણ લૂંટ, મારામારી અને ધમકી આપવાના અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.

App Store