મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'હવે બહુ થઈ ગયું, હું નિરાશ અને ભયભીત છું...', કોલકાતા બળાત્કાર- હત્યા અંગે રાષ્ટ્રપતિએ આપ્યું નિવેદન

કોલકાતાની આરજી કાર મેડિકલ હોસ્પિટલના 31 વર્ષીય ડોક્ટર સાથે

'હવે બહુ થઈ ગયું, હું નિરાશ અને ભયભીત છું...', કોલકાતા બળાત્કાર- હત્યા અંગે રાષ્ટ્રપતિએ આપ્યું નિવેદન

કોલકાતાની આરજી કાર મેડિકલ હોસ્પિટલના 31 વર્ષીય ડોક્ટર સાથે બળાત્કાર અને બળાત્કાર કેસ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું નિવેદન આવ્યું છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે હવે બહુ થયું. આ સમગ્ર ઘટનાથી તે નિરાશ અને ભયભીત થયા છે. દીકરીઓ વિરુદ્ધ આવા અપરાધો સ્વીકાર્ય નથી. આ પહેલીવાર બન્યું છે જ્યારે રાષ્ટ્રપતિએ આ ઘટના પર ટિપ્પણી કરી છે.

દેશમાં મહિલાઓ સામેના ગુનાઓની વધતી જતી ઘટનાઓ અંગે તેમણે કહ્યું હતું કે, દીકરીઓ અને બહેનો પરના આવા અત્યાચારને કોઈપણ સંસ્કારી સમાજ સાંખી શકે નહીં. કોલકાતામાં વિદ્યાર્થીઓ, ડોક્ટરો અને નાગરિકો આ ઘટનાનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે ગુનેગારો અન્યત્ર ફરતા હતા. હવે બહુ થયું. સમાજે પ્રમાણિક થઈને આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.

આ સમાચાર શેર કરો