મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અમૃતસરમાં મંદિર પર ગ્રેનેડ ફેંકનાર આરોપીનું એન્કાઉન્ટર, એક આરોપી ફરાર

પંજાબના અમૃતસરમાં એક મંદિર પર થયેલા ગ્રેનેડ હુમલાના આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. મંદિ

અમૃતસરમાં મંદિર પર ગ્રેનેડ ફેંકનાર આરોપીનું એન્કાઉન્ટર, એક આરોપી ફરાર

પંજાબના અમૃતસરમાં એક મંદિર પર થયેલા ગ્રેનેડ હુમલાના આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. મંદિર પર મોડી રાત્રે થયેલો આ હુમલો સીસીટીવીમાં કેદ થયો હતો. એવું કહેવાય છે કે જ્યારે પોલીસે બંને આરોપીઓને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ પોલીસ ઉપર ગોળીબાર કર્યો. પોલીસે જવાબી કાર્યવાહી કરતાં આરોપી માર્યો ગયો. ગ્રેનેડ ફેંકવાની ઘટના ખંડવાલા વિસ્તારમાં બની હતી.

રિપોર્ટ મુજબ મંદિર પર ગ્રેનેડ ફેંકવાની ઘટનાનો મુખ્ય આરોપી મરાયો છે. શંકાસ્પદ વ્યક્તિની ઓળખ ગુરસિદક સિંહ તરીકે થઈ છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા જવાબી ગોળીબારમાં ઘાયલ થયા બાદ તેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. જોકેઆ ઘટના દરમિયાન અન્ય એક તેનો સાથીદાર વિશાલ ભાગી જવામાં સફળ રહ્યો.

રિપોર્ટ અનુસાર, પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે, મંદિર પર ગ્રેનેડ ફેંકનાર આરોપીઓ રાજાસાંસી વિસ્તારમાં ફરતા હોવાની માહિતી મળી છે. આ પછી CIA અને પોલીસની એક ટીમ દ્વારા તેને કસ્ટડીમાં લેવા માટેની તૈયાર કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે જ્યારે પોલીસે બાઇક સવારોને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓએ પોતાનું વાહન છોડી ભાગ્યા અને પોલીસ ઉપર ગોળીબાર શરૂ કરી દીધો. આ દરમિયાન કોન્સ્ટેબલ ગુરપ્રીત સિંહને ડાબા હાથમાં ગોળી વાગી હતી. જ્યારે ઇન્સ્પેક્ટર અમોલક સિંહને પણ ગોળી વાગી છે. બદલામાં ઇન્સ્પેક્ટર વિનોદ કુમારની ગોળીથી ગુરસીદક ઘાયલ થયો.

હુમલાનું પાકિસ્તાની કનેક્શન હોવાની શંકા

પંજાબ પોલીસે કહ્યું કે, ઠાકુરદ્વાર મંદિર પર થયેલા હુમલામાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ની ભૂમિકા પર શંકા છે અને ગુનેગારોને ટૂંક સમયમાં પકડી પાડવાની ખાતરી આપી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ તેનાથી અમૃતસરના ખંડવાલા વિસ્તારના રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો.

ઘટનાના સીસીટીવી ફૂટેજમાં બે અજાણ્યા વ્યક્તિઓ મોટરસાઇકલ પર ઠાકુર દ્વાર મંદિર તરફ આવતા જોવા મળે છે. થોડીક સેકન્ડ રાહ જોયા પછી તેમાંથી એક વ્યક્તિ મંદિર તરફ વિસ્ફોટક સામગ્રી ફેંકતો જોવા મળે છે અને પછી બંને જણા સ્થળ પરથી ભાગી જાય છે. અમૃતસર પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે લગભગ 2 વાગ્યે ઠાકુર દ્વાર મંદિરના પૂજારીએ પોલીસને ઘટનાની જાણ કરી હતી.

આ સમાચાર શેર કરો