Video: શિવમોગ્ગામાં જંબૂ સવારી દરમિયાન હાથી બેકાબૂ

કર્ણાટકના શિવમોગ્ગામાં દશેરાની જંબૂ સવારી દરમિયાન અચાનક હાથી બેકાબૂ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ શોભાયાત્રામાં સોમન્ના નામનો હાથી દેવી ચામુંડેશ્વરીની મૂર્તિ ધરાવતી ચાંદીની અંબારી લઈને આગળ વધી રહ્યો હતો, ત્યારે અચાનક ગભરાઈને દોડવા લાગ્યો હતો. અંબારી નીચે પડી જતાં તેને નુકસાન થયું હતું, જ્યારે આસપાસનાં કેટલાંક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું અને મહાવતને ઈજા થઈ હોવાના અહેવાલ છે. ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને વન વિભાગના કર્મચારીઓએ હાથીને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી. અહેવાલો અનુસાર, અગાઉ અંબારી વહન કરવાની જવાબદારી સંભાળતા સાગર હાથીના પગમાં દુખાવો હોવાથી આ વખતે સોમન્નાને પ્રથમવાર આ જવાબદારી સોંપવામાં આવી હતી. ઘટનાને પગલે જંબૂ સવારીને અધવચ્ચે અટકાવવાની ફરજ પડી હતી.







