મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, AQI 233: GRAP-1ના કડક નિયંત્રણો લાગુ

સોર્સ: gstv

દિલ્હી-એનસીઆરમાં હવામાન બદલાતાં જ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે. દિવસ દરમિયાન તડકો અને રાત્રે હળવી ઠંડી વચ્ચે એર ક્વોલિટી ઇન્ડેક્સ  ૩૦૦ને પાર પહોંચી જતાં હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં નોંધાઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે તરત જ ગ્રેપનો પહેલો તબક્કો લાગુ કરી દીધો છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ જણાવ્યું હતું કે, વર્ષોમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે સીઝનમાં આટલું મોડું ગ્રેપ લાગુ કરવામાં આવ્યું હોય. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં રાત્રિનું તાપમાન ૧૮ ડિગ્રી સુધી ગગડી શકે છે. તાપમાનમાં ઘટાડા અને હવાની ધીમી ગતિને કારણે વાહનોનો ધુમાડો અને ધૂળ જમીનની નજીક એકઠા થઈ રહ્યા છે. સીપીસીબી અનુસાર, પંજાબી બાગ અને ગ્રેટર નોઈડા જેવા વિસ્તારોમાં પ્રદૂષણ વધુ ગંભીર છે. આરોગ્ય નિષ્ણાતોએ વૃદ્ધો અને શ્વાસના દર્દીઓને સવાર-સાંજ બહાર ફરવાનું ટાળવા અને માસ્ક પહેરવાની સલાહ આપી છે.

આ સમાચાર શેર કરો