Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Election Commissioner Gyanesh Kumar's troubles will increase! 20 year old corruption case

ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની મુશ્કેલી વધશે! 20 વર્ષ જૂના ભ્રષ્ટાચારના કેસમાં તપાસના આદેશ, કેરળ સરકારે મંગાવી ફાઈલો

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2026
લાઇવ ટીવીGoogle News
ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની મુશ્કેલી વધશે! 20 વર્ષ જૂના ભ્રષ્ટાચારના કેસમાં તપાસના આદેશ, કેરળ સરકારે મંગાવી ફાઈલો
સોર્સ : gstv

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે 20 વર્ષ જૂના ભ્રષ્ટાચાર અને કથિત ગુનાહિત ગેરરીતિના આરોપો ફરી ચર્ચામાં આવ્યા છે. કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નિથલાએ આ મામલે વિજિલન્સ તપાસ (Vigilance Investigation)ના આદેશ આપ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ મામલો વર્ષ 2006નો છે, જ્યારે 1988 બેચના IAS અધિકારી જ્ઞાનેશ કુમાર કેરળ સરકારના લોક બાંધકામ વિભાગ (PWD)ના સચિવ તરીકે ફરજ બજાવતા હતા.

App Store

શું છે જ્ઞાનેશ કુમાર સામેનો આરોપ?

નવી ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ફરિયાદમાં આરોપ છે કે વર્ષ 2006માં PWD સચિવ તરીકેની જવાબદારી દરમિયાન કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (KSTP) હેઠળ રોડ બાંધકામના કોન્ટ્રાક્ટ આપવામાં નાણાકીય ગેરરીતિ અને કથિત ગેરવર્તન થયું હતું.

આ મામલો સામે આવ્યા બાદ વર્ષ 2006ના અંત પહેલાં જ જ્ઞાનેશ કુમારને PWD સચિવ પદેથી હટાવીને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તે સમયે પ્રાથમિક તપાસ (Preliminary Investigation) પણ થઈ હતી. જોકે ફરિયાદકર્તાનો દાવો છે કે આ તપાસને યોગ્ય તારણ વિના બંધ કરી દેવામાં આવી હતી.

મલેશિયન અધિકારીના આપઘાતથી મામલો ગંભીર

આ સમગ્ર કેસમાં ભારત-મલેશિયા સંયુક્ત કંપની (Joint Venture) PATI-BEL સાથે જોડાયેલા મલેશિયન પ્રોજેક્ટ મેનેજર લી સી બિનના આપઘાતનો પણ ઉલ્લેખ થાય છે. વર્ષ 2006માં કુઆલાલંપુરમાં તેમણે આત્મહત્યા કરી હતી.

અહેવાલો અનુસાર, તેમના કથિત સુસાઇડ નોટમાં તે સમયના PWD સચિવ જ્ઞાનેશ કુમાર સહિત કેટલાક અધિકારીઓના નામનો ઉલ્લેખ હતો. તેમાં ભ્રષ્ટાચાર, લાંચ અને કથિત માનસિક ત્રાસના આક્ષેપો કરવામાં આવ્યા હોવાનો દાવો છે. જોકે આ આરોપોની સત્યતા તપાસનો વિષય છે.

20 વર્ષ જૂની ફાઈલો ફરી ખૂલશે

કેરળના ગૃહ વિભાગે 2006ના આ કેસ સાથે જોડાયેલી જૂની ફાઈલો વિજિલન્સ વિભાગ પાસેથી મંગાવી છે. હવે તપાસમાં એ જોવામાં આવશે કે અગાઉની તપાસ યોગ્ય રીતે પૂર્ણ થઈ હતી કે નહીં અને ફરિયાદ તથા કથિત સુસાઇડ નોટમાં કરવામાં આવેલા આક્ષેપોને સમર્થન આપતા કોઈ પુરાવા છે કે નહીં.

SIR વિવાદ વચ્ચે રાજકીય મહત્વ

જ્ઞાનેશ કુમાર સામેની આ તપાસ એવા સમયે સામે આવી છે જ્યારે ચૂંટણી પંચ (Election Commission) દ્વારા હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. આ કારણે 20 વર્ષ જૂના કેસની ફરી તપાસ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ બની છે.