EDએ લોટરી કિંગના 8.8 કરોડ જપ્ત કર્યા, ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને 1300 કરોડનું આપ્યું હતું ફંડ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ચેન્નાઇ સ્થિત લોટરીકિંગ સાન્ટિએગો માર્ટિનની કોર્પોરેટ ઓફિસમાંથી 8.8 કરોડ રૂપિયા જપ્ત ક

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ચેન્નાઇ સ્થિત લોટરીકિંગ સાન્ટિએગો માર્ટિનની કોર્પોરેટ ઓફિસમાંથી 8.8 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. રદ કરાયેલા ઇલેક્ટોરલ બોન્ડ મારફતે રાજકીય પક્ષોને 1300 કરોડ રૂપિયા ફાળવનાર માર્ટિન રાજકીય પક્ષોનો સૌથી મોટો એકલપંડ દાતા હતો.
લોટરી કિંગ સામેની મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે અનેક રાજ્યોમાં સર્ચ હાથ ધરાઇ છે. તમિલનાડુ પોલીસે માર્ટિન તથા અન્ય કેટલાક લોકો સામેની FIR પડતી મુકવાનું નક્કી કર્યું તથા નીચલી કોર્ટે પોલીસની આ અરજીને સ્વીકારી એ પછી મદ્રાસ હાઇકોર્ટે તાજેતરમાં EDને માર્ટિન સામે પગલાં માટે લીલીઝંડી આપતા ઉપરોક્ત સર્ચની કાર્યવાહી શક્ય બની છે.
20 કચેરીમાં તપાસ હાથ ધરાઇ
માર્ટિનના વ્યાપાર-સામ્રાજ્ય સામેના વ્યાપક પગલાંના ભાગરૂપે માર્ટિન એના જમાઇ આધવ અર્જુન કોઇમ્બતુર (તમિલનાડુ), ફરીદાબાદ (હરિયાણા), લુધિયાણા (પંજાબ) અને કોલકત્તા (પશ્ચિમ બંગાળ) સ્થિત કૂલ 20 કચેરીઓમાં તપાસ હાથ ધરાઇ છે. સિક્કીમ રાજ્યની લોટરીના કેરળમાં કરાયેલા ઠગાઇભર્યા વેચાણના પગલે સિક્કીમ સરકારને થયેલા 900 કરોડના નુકસાન સાથે સંકળાયેલા માર્ટિન સામેના એક કેસના સંદર્ભે EDએ ગયા વર્ષે માર્ટિનની લગભગ 457 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.
આ પણ વાંચો: NCBની મોટી કાર્યવાહી, દિલ્હીમાં 900 કરોડનું કોકેઈન અને પોરબંદરમાંથી 700 કરોડનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
ફ્યુચર ગેમિંગ સોલ્યુશન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સિક્કીમ લોટરીના મુખ્ય વિતરક છે. ED તમિલનાડુમાં લોટરી કિંગ તરીકે જાણીતા માર્ટિનની 2019થી તપાસ કરી રહ્યું છે.






