રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ફરી એક વખત અટકાવાયું, EC અધિકારીઓએ બેગની કરી તપાસ
ચૂંટણી પંચના અધિકારીઓએ શનિવારે આંધ્રપ્રદેશના અમરાવતીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બેગની તપાસ કરી

ચૂંટણી પંચના અધિકારીઓએ શનિવારે આંધ્રપ્રદેશના અમરાવતીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બેગની તપાસ કરી હતી. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે પ્રવાસ કરી રહેલા ઈન્ડિયા બ્લોકના નેતાઓની બેગ ચેકિંગને લઈને વિરોધ પક્ષો અને ભાજપ વચ્ચેના રાજકીય વિવાદ વચ્ચે હવે રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર અટકાવી બેગ ચેક કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ 'સમય બદલાયો છે, હવે આતંકીઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી', PM MODIના વિપક્ષ પર પ્રહાર
વિડિયોમાં EC અધિકારીઓ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તલાશી લેતા જોવા મળે છે, જ્યારે રાહુલ ગાંધી હેલિકોપ્ટરની નજીક ઉભા છે. અધિકારીઓ તપાસ કરી રહ્યા હતા એ દરમિયાન રાહુલ ગાંધી પાછળ ઉભેલા પાર્ટી નેતાઓને મળવા લાગ્યા.
કોંગ્રેસે ECને ફરિયાદ કરી
ઝારખંડમાં તેમના હેલિકોપ્ટરને કથિત રીતે રોકવા સામે પક્ષે ચૂંટણી પંચને ફરિયાદ કર્યાના એક દિવસ પછી કોંગ્રેસ નેતાની બેગ હવે તપાસવામાં આવી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આરોપ લગાવ્યો કે પ્રતિબંધોને કારણે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ઉડવાની મંજૂરી આપવામાં આવી ન હતી, જેના કારણે તેમની જાહેર સભાઓ કાં તો વિલંબિત થઈ હતી અથવા રદ કરવામાં આવી હતી.






