દિલ્હીઃ રાજેન્દ્ર નગરમાં એકેડમીના ભોંયરામાં પાણી ભરાયા, અનેક વિદ્યાર્થીઓ ડૂબ્યાની આશંકા
દિલ્હીઃ રાજેન્દ્ર નગરમાં રાવ IAS એકેડમીના ભોંયરામાં પાણી

દિલ્હીઃ રાજેન્દ્ર નગરમાં રાવ IAS એકેડમીના ભોંયરામાં પાણી ભરાયા છે જેના કારણે અનેક વિદ્યાર્થીઓના ડૂબી જવાની આશંકા સેવાઈ રહી છે. હાલ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું છે. ફાયર વિભાગની ટીમ ભોંયરામાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બચાવવા માટે ટીમ સ્થળ પર વ્યસ્ત છે. દિલ્હી ફાયર વિભાગઈ જણાવ્યું હતું કે જૂના રાજેન્દ્ર નગરમાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ભોંયરામાં એક વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો છે.
મળતી માહિતી મુજબ, દિલ્હીના રાજેન્દ્ર નગર સ્થિત રાવ IAS એકેડમીના ભોંયરામાં વરસાદી પાણી ભરાવાને કારણે 6 વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા છે. વરસાદી પાણીના કારણે અનેક વિદ્યાર્થીઓ ડૂબી જવાની પણ શક્યતા છે. હાલ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું છે. ફાયર વિભાગની ટીમ ભોંયરામાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
ઘટના સ્થળે દિલ્હી ભાજપના ઉપાધ્યક્ષ રાજેશ ભાટિયા હાજર છે. તેઓ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં 6 વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા NDRF અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.






