મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી પોલીસનું X એકાઉન્ટ હેક, હેકરે બદલી એકાઉન્ટ ડિટેલ્સ

સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેતી દિલ્હી પોલીસનું એક્સ એકાઉન્ટ મંગળવારે રાત્રે હેક કરવામા

દિલ્હી પોલીસનું X એકાઉન્ટ હેક, હેકરે બદલી એકાઉન્ટ ડિટેલ્સ

સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેતી દિલ્હી પોલીસનું એક્સ એકાઉન્ટ મંગળવારે રાત્રે હેક કરવામાં આવ્યું હતું. અજાણ્યા હેકરે દિલ્હી પોલીસના એકાઉન્ટની ડીપી અને બાયો ડિટેલ જ બદલી નાંખી.

આટલું જ નહીં, કવર ફોટો બદલતી વખતે હેકરે મેજિક એડનની તસવીર મૂકી. ઉપરાંત, linktr.ee/magiceden લિંકમાં હાઇપરલિંક કરવામાં આવી હતી.

હાલમાં, દિલ્હી પોલીસના એકાઉન્ટ પરનો ડીપી (ડિસ્પ્લે પિક્ચર) અને કવર ફોટો હટાવી દેવામાં આવ્યો છે અને અન્ય વસ્તુઓ સામાન્ય દેખાય છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે કયા હેકરે દિલ્હી પોલીસનું એક્સ એકાઉન્ટ હેક કર્યું છે.

આ સમાચાર શેર કરો