Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Delhi Police admission in Supreme Court on Jantar-Mantar violence: 'Our jawans were deployed in plain clothes'

જંતર-મંતર હિંસા મામલે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસનો સ્વીકાર: 'સાદા કપડાંમાં અમારા જ જવાનો તૈનાત હતા'

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
જંતર-મંતર હિંસા મામલે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસનો સ્વીકાર: 'સાદા કપડાંમાં અમારા જ જવાનો તૈનાત હતા'
સોર્સ : gstv

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન સાદા કપડાંમાં તૈનાત જવાનોએ વિદ્યાર્થીઓ પર ભારે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. શરૂઆતમાં સાદા કપડાંમાં તૈનાત જવાનો અંગે દિલ્હી પોલીસે કોઈ ટિપ્પણી કરી ન હતી, પરંતુ હવે વિવાદના એક મહિના પછી પોલીસે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે.

App Store

દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનર (DCP) સચિન શર્માએ સોગંદનામામાં જણાવ્યું છે કે અમે જાણીજોઈને ભીડ વચ્ચે સાદા કપડાંમાં જવાનોને તૈનાત કર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ એક ખાસ વ્યૂહરચના હેઠળ કરવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સ્પેશિયલ બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચના જવાનોને ભીડમાં તૈનાત કરવામાં આવ્યા હતા.

અહેવાલ મુજબ, દિલ્હી પોલીસે આ પગલાંને યોગ્ય ઠેરવ્યું છે. પોલીસનું કહેવું છે કે ભીડને નિયંત્રિત કરવા માટે ભૂતકાળમાં પણ આ પ્રકારના પ્રયોગો કરવામાં આવતા રહ્યા છે. આ કોઈ અસામાન્ય બાબત નથી.

પોલીસે ખીલી વાળી લાકડીઓના ઉપયોગ અંગે પણ સ્પષ્ટતા કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર માત્ર એક જ સ્થળે તેનો ઉપયોગ જોવા મળ્યો હતો. ખીલી વાળો દંડો પ્રદર્શનકારીઓના હાથમાં જ હતો અને કદાચ તે તેમાં ઝંડો લગાવીને લાવ્યા હતા.

સાદા કપડાંમાં રહેલા જવાનોએ સખત લાઠીચાર્જ કર્યો હતો

પ્રદર્શન દરમિયાન સાદા કપડામાં તૈનાત જવાનોએ પ્રદર્શનકારીઓ પર આડેધડ લાઠીઓ વરસાવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, તેના કારણે આશરે 200 પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા, જ્યારે પ્રદર્શન દરમિયાન આશરે 250 પોલીસ જવાનો પણ ઘાયલ થયા હતા. પોલીસનું માનવું છે કે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો ખોટો નથી.

સાદા કપડાંમાં તૈનાત જવાનો સામે માનવઅધિકાર આયોગમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. આટલું જ નહીં, અરજદારોએ આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ ઉઠાવ્યો હતો. અરજદારોનો આરોપ હતો કે સાદા કપડાંમાં રહેલા જવાનોએ જ વાતાવરણ બગાડ્યું હતું.

સાદા કપડાંમાં પોલીસની તૈનાતી શા માટે કરવામાં આવે છે?

1. ગુપ્ત માહિતી એકત્ર કરવી: પ્રદર્શન કે કોઈ મોટા કાર્યક્રમ દરમિયાન લોકલ ઇન્ટેલિજન્સ યુનિટ (LIU) અથવા સ્પેશિયલ બ્રાન્ચના જવાનો સાદા કપડાંમાં ભીડનો હિસ્સો બની જાય છે, જેથી કોઈ અસામાજિક તત્વ સંતાઈને હિંસા ન ભડકાવી શકે.

2. સ્થિતિને ઉગ્ર બનતી અટકાવવી: સાદા કપડાંમાં તૈનાતી એટલા માટે કરવામાં આવે છે જેથી ભીડમાં શું ચાલી રહ્યું છે અને તેમની આગળની વ્યૂહરચના શું છે તેની જાણકારી મળી શકે. આ જવાનોનો મુખ્ય હેતુ ભીડને ઉગ્ર બનતી રોકવાનો હોય છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News