Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : India faces daily gas shortage of 4 lakh barrels, major energy crisis due to Hormuz dispute

ભારતમાં રોજના 4 લાખ બેરલ ગેસની ઘટ, હોર્મુઝ વિવાદના કારણે મોટું ઊર્જા સંકટ

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
ભારતમાં રોજના 4 લાખ બેરલ ગેસની ઘટ, હોર્મુઝ વિવાદના કારણે મોટું ઊર્જા સંકટ
સોર્સ : gstv

LPG Import News | પશ્ચિમ એશિયામાં તનાવ અને હોર્મુઝમાં રસ્તો બંધ થવાથી સમગ્ર વિશ્વમાં ઊર્જા સંકટ છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વમાં એલપીજી એટલે કે રાંધણગેસનું ત્રીજા નંબરનું સૌથી મોટું વપરાશકાર ભારત પ્રતિ દિન ચાર લાખ બેરલની ઘટનો સામનો કરી રહ્યું છે. નિક્કેઈ એશિયાની રિપોર્ટ મુજબ એપ્રિલમાં ભારતની એલપીજી આયાત પ્રતિ દિન 3.77 લાખ બેરલ હતી, જે ફેબ્રુઆરીમાં 8.5 લાખ બેરલ હતી. આ બતાવે છે કે એલપીજીની આયાતમાં 50 ટકા ઉપરાંતનો નોંધપાત્ર ઘટાડો થયો છે. 

App Store

નિક્કેઈ એશિયાએ કેપ્લરના આંકડાના આધારે આ વાત જણાવી છે. ફેબ્રુઆરીમાં હોર્મુઝ ચાલુ હતી. આ બતાવે છે કે યુદ્ધના કારણે ભારત હાલમાં રાંધણગેસના મોરચે કેટલી વિપરિત પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર હાલમાં આપત્તિને અવસરમાં ફેરવવામાં લાગેલી છે. તે રાંધણ ગેસમાં પુરવઠાના ઘટાડાનો લાભ ઉઠાવીને તેને પીએનજી કનેકશન્સમાં પરિવર્તીત કરવા આતુર છે. આના ભાગરૂપે આગામી છ મહિનામાં 60 લાખ પીએનજી જોડાણ આપવામાં આવનાર છે. જ્યારે વર્તમાન નાણાકીય વર્ષમાં કુલ એક કરોડ પીએનજી જોડાણ આપવાનું સરકારનું લક્ષ્યાંક છે. 

આમ છતાં બાટલાધારકોના જોડાણની સંખ્યા 33 કરોડ છે ત્યારે તેમના માટે બાટલો છોડાવવું તેટલું સરળ નહીં હોય. આ સંદર્ભમાં ધ્યાનમાં રાખીને સરકારે પીએનજી જોડાણ ધરાવનારાઓને તેમના ગેસના બાટલાનું જોડાણ રદ કરવા અપીલ કરી છે. આ દરમિયા પીએનજી કનેકશનાવાળાને એલપીજી જોડાણ સરન્ડર કરવા જણાવ્યું છે. સરકારે આવા કુટુંબોને એલપીજી જોડાણ બંધ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. તેથી સરકારે એક કુટુંબ એક કનેકશનનો નિયમ લાગુ કર્યો છે.  અહીં તે યાદ રાખવું જરૂરી છે કે ભારત એલપીજીનું કોઈ લાંબાગાળાનું સ્ટોરેજ રાખતું નથી, તે પોતાની એલપીજી જરૂરિયાતોના બે તૃતિયાંશ હિસ્સાની આયાત કરે છે.