Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Relief amid tensions in the Middle East; Huge ship carrying 20,000 metric tons of LPG reaches Kandla Port

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે રાહત; 20000 મેટ્રિક ટન LPG ભરેલું વિશાળ જહાજ કંડલાના દીનદયાલ પોર્ટ પર પહોંચ્યું

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે રાહત; 20000 મેટ્રિક ટન LPG ભરેલું વિશાળ જહાજ કંડલાના દીનદયાલ પોર્ટ પર પહોંચ્યું
સોર્સ : GSTV

વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને દરિયાઈ સુરક્ષાના ગંભીર જોખમો વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. દુનિયાના સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા જળમાર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માંથી સુરક્ષિત રીતે પસાર થઈને એક વિશાળ LPG ટેન્કર ગુજરાતના કંડલાના દીનદયાલ પોર્ટ પર પહોંચી ગયું છે. માર્શલ આઇલેન્ડ્સનો ધ્વજ ધરાવતું આ વિશાળ જહાજ ભારત માટે હજારો ટન રાંધણ ગેસ લઈને આવી રહ્યું હતું. 

App Store

20 હજાર મેટ્રિક ટન LPG ગુજરાત પહોંચ્યું

'સિમી' નામનું આ LPG ટેન્કર આશરે 20,000 મેટ્રિક ટન રાંધણ ગેસનો જથ્થો લઈને આવી રહ્યું છે. આ જહાજ પર 21 વિદેશી ક્રૂ મેમ્બર્સ સવાર છે. સત્તાવાર અહેવાલો અનુસાર, આ જહાજે 13 મેના રોજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સફળતાપૂર્વક પાર કરી લીધું હતું અને ત્યારબાદ તે કોઈ પણ અડચણ વગર ગુજરાતના કંડલા પોર્ટ પર આવી પહોંચ્યું છે. મિડલ ઈસ્ટના દરિયામાં ચાલી રહેલી હલચલને કારણે આ જહાજની સુરક્ષા પર સતત નજર રાખવામાં આવી રહી હતી.

અત્યાર સુધી 13 ટેન્કર હોર્મુઝમાંથી પસાર થઈને ભારત આવ્યા 

નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં વધુ બે મોટા LPG કેરિયર્સે હોર્મુઝનો જળમાર્ગ સુરક્ષિત રીતે પાર કર્યો છે અને અત્યારે ભારત તરફ આગળ વધી રહ્યા છે. આ બે જહાજો પૈકી એકનું નામ 'NV સનશાઈન' છે. માર્ચ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારત આવતા કુલ 13 જહાજોએ આ રૂટ પરથી સેફ પેસેજ મેળવ્યો છે જેમાં 12 LPG ટેન્કર્સ અને 1 ક્રૂડ ઓઈલ ટેન્કર સામેલ છે.