Kutch: નાના રણમાં ધૂળની ડમરીઓ અને ઓછી વિઝિબિલિટીને કારણે ભયાનક અકસ્માત; એક જ પરિવારના 2સભ્યોના મોત, 7 ઈજાગ્રસ્ત

કચ્છના નાના રણ વિસ્તારમાં આવેલા વેણુ બેટ નજીક એક ગમખ્વાર વાહન અકસ્માત સર્જાયો હતો. ધૂળની ડમરીઓ ઉડવાથી અને ઓછી વિઝિબિલિટીને કારણે કાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના બે સભ્યોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય સાત સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી વિગતો અનુસાર, ભોગ બનનાર પરિવાર રણ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પવન સાથે ભારે ધૂળની ડમરીઓ ઉડવાનું શરૂ થયું હતું. ધૂળના કારણે ચાલકને રસ્તા પર જોવામાં ભારે મુશ્કેલી પડી હતી અને વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ હતી. આ સ્થિતિમાં કારચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું.
અકસ્માત થતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ ઘટનામાં પરિવારના બે સભ્યોના સ્થળ પર જ મોત થયા છે. જ્યારે ઈજાગ્રસ્તન સાત લોકોને તુરંત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવા મળ્યો છે. રણ વિસ્તારમાં અચાનક બદલાયેલા હવામાનને કારણે સર્જાયેલી આ કરુણાંતિકાથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

