VIDEO: અંબાજીમાં ચાલી રહેલી કોરિડોરની કામગીરી વિવાદના વમળમાં ફસાઈ
સોર્સ : gstv
બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલી કોરિડોરની કામગીરી હવે વિવાદના વમળમાં ફસાઈ છે. અંબાજી ગ્રામ પંચાયત અને સ્થાનિક આગેવાનોએ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે કે, આટલા મોટા પ્રોજેક્ટમાં સરપંચ કે ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના જ પૂર્વ મંજૂરી વગર કામગીરી શરૂ કરી દેવાઈ છે.
આ કામગીરી દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન તોડી પાડવામાં આવતા અને જૂના નાકા વિસ્તારનો મુખ્ય માર્ગ બંધ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રશ્નોના વિરોધમાં ગ્રામ પંચાયત પરિસરમાં ધરણા યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

