Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Political heat intensifies ahead of Deodar Taluka Panchayat President - Vice President elections

VIDEO :દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ

Timeછેલ્લું અપડેટ : 20 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતની આગામી 25 મેના રોજ યોજાનારી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી 12 બેઠકો જીતીને કોંગ્રેસ બહુમતી ધરાવે છે, જ્યારે ભાજપ પાસે 10 બેઠકો છે. સત્તા ટકાવી રાખવા અને પોતાના ચૂંટાયેલા સભ્યોમાં કોઈ તોડજોડ કે આઘા પાછા ન થાય તે હેતુથી કોંગ્રેસના તમામ 12  સભ્યો અજ્ઞાત સ્થળે રવાના થયા છે. આ પ્રવાસમાં દિયોદર તાલુકાના જિલ્લા પંચાયતના ત્રણ સભ્યો પણ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. 25 મેના રોજ બોર્ડ મિટિંગના દિવસે જ આ તમામ સભ્યો સીધા હાજર રહે તેવી શક્યતા છે, જેને પગલે હાલમાં દિયોદરના સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે.

App Store