Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'I'm not against the whole generation, more than half of the people on Jantar-Mantar were Shabana Ajmi': Kangana Ranaut clarifies

VIDEO: 'હું આખી પેઢી વિરુદ્ધ નથી, જંતર-મંતર પર અડધાથી વધુ લોકો શબાના આજમી જેવા ટાઈપના હતા' : કંગના રનૌતની સ્પષ્ટતા

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બોલિવૂડ અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રણૌતે 'Gen Z' પ્રદર્શનકારીઓ અંગે પોતાની વિવાદિત ટિપ્પણીઓનો બચાવ કરતા સ્પષ્ટતા કરી છે કે તેઓ વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકોના એક ચોક્કસ સમૂહ અંગે વાત કરી રહ્યા હતા, નહીં કે આખી પેઢી અંગે. કેટલીક યુવતીઓ અને વિરોધ કરનારાઓને 'જનરેશન ગટર' કહેવા બદલ વિપક્ષી નેતાઓ અને લોકો દ્વારા ટીકા થતાં તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પોતાની ચોખવટ રજૂ કરી છે.

App Store

જંતર-મંતર પર અડધાથી વધુ લોકો શબાના આજમી ટાઈપના લોકો હતા : કંગનાનો દાવો

કંગના રણૌત (Kangana Ranaut)એ પોતાની સોશિયલ મીડિયા સ્ટોરી પર વીડિયો શેર કરીને જંતર-મંતરના પ્રદર્શનને 'Gen Z' વિરોધ ગણાવવા સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનમાં અલગ-અલગ ઉંમરના લોકો હાજર હતા અને તેમાંથી બહુ ઓછા લોકો યુવા પેઢીના હતા. તેમણે કહ્યું કે 'જો તમે માત્ર Gen Zની વાત કરો છો તો તેમની વસ્તી આશરે 30થી 35 કરોડ જેટલી છે.' તેમણે ઉમેર્યું હતું કે, 'જંતર-મંતર પર આશરે 10,000 લોકો હાજર હતા અને તેમાંથી અડધાથી વધુ તો શબાના આજમી (Shabana Azmi) જેવા ટાઈપના લોકો હતા.'

ટીકાકારોને આપ્યો ખુલ્લો પડકાર

ઝેન-ઝી પર કરેલી ટિપ્પણીઓ પર ચોખવટ કરતા કંગનાએ વિરોધ કરનારાઓને પડકાર ફેંક્યો હતો અને કહ્યું કે ‘હું તમને ઓપન ચેલેન્જ આપું છું, મારો એવો કોઈ ચોક્કસ કોટ બતાવો જ્યાં મેં આખી પેઢીનું નામ લીધું હોય. હું પોતે પણ યુવાન છું તેથી હું યુવા વિરોધી ન હોઈ શકું, માટે મારી સામે આ પ્રકારનો નકામો એજન્ડા ચલાવવો જોઈએ નહીં.’

વિરોધ પ્રદર્શનમાં શબાના આજમીની હાજરી

ઉલ્લેખનીય છે કે 75 વર્ષના જાણીતા અભિનેત્રી શબાના આજમી 20 જુલાઈએ જંતર-મંતર પર સંસદ તરફ માર્ચ કરી રહેલા હજારો પ્રદર્શનકારીઓ સાથે જોડાયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટો અને વીડિયોમાં તેઓ એક ટ્રકમાં મુસાફરી કરતા અને બેરિકેડ પાર કરતા જોવા મળ્યા હતા, જેમાં તેમની સાથે અભિનેતા પ્રકાશ રાજ (Prakash Raj) પણ ઉપસ્થિત હતા.

અગાઉ કરી હતી વિવાદિત ટિપ્પણી

આ અગાઉ વિરોધ પ્રદર્શન અંગે વાત કરતા તેમણે આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે 'મેં મારી જિંદગીમાં ક્યારેય એક જગ્યા પર આટલી ગંદકી જોઈ નથી, આ વિરોધ પ્રદર્શનની રીલ્સ જોઈને ઉલટી આવે છે.' તેમણે પ્રદર્શનકારીઓ માટે 'જનરેશન ગટર' શબ્દ વાપરીને કહ્યું હતું કે તેમાંથી કેટલાક લોકો પાસે સિસ્ટમને આપવા માટે કંઈ જ નથી અને તેઓ ભણવામાં પણ સારા નથી.