VIDEO: જંતર-મંતર સીઝન-2ની જાહેરાત, ગામડાની શાળાઓ મુદ્દો બનશે
સોર્સ : gstv
નીટ પેપર લીક મુદ્દે જંતર-મંતર આંદોલનથી ચર્ચામાં આવેલા CJPના ફાઉન્ડર અભિજીત દીપકેએ ‘જંતર-મંતર સીઝન-2’ ટૂંક સમયમાં શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે આ વખતે CJP દેશભરની અવગણાયેલી ગ્રામ્ય શાળાઓની સ્થિતિ સુધારવા માટે અભિયાન ચલાવશે. દીપકે કહ્યું કે સોશિયલ મીડિયા પર લોકો સીઝન-2 ક્યારે શરૂ થશે તે અંગે સતત સવાલ કરી રહ્યા હતા. જોકે નવા અભિયાનની વિસ્તૃત વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. ઉત્તર પ્રદેશમાં શાળાએ જવા માટે યોગ્ય રસ્તાની માંગ કરી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનને પણ CJPએ તાજેતરમાં સમર્થન આપ્યું હતું.

