મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હીની વાત: મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણીમાં ભાજપની હરિયાણાની ફોર્મ્યુલા

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં મળેલી સફળતા પછી ભાજપ અને સંઘ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધા

દિલ્હીની વાત: મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણીમાં ભાજપની હરિયાણાની ફોર્મ્યુલા

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં મળેલી સફળતા પછી ભાજપ અને સંઘ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં પણ હરિયાણાની રણનીતિ રીપીટ કરશે એમ મનાય છે. આ બંને રાજ્યોમાં ભાજપ નુક્કડ સભાઓ, શહેરી મહોલ્લામાં બેઠકો અને બુથસ્તરે યોગ્ય સંકલન કરશે.

 ભાજપ અને સંઘ મતદારોને કોઈપણ સંજોગોમાં મતદાન મથક સુધી લઈ જવાનું આયોજન કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં હિન્દુઓને સંગઠીત કરવા તેમ જ ઝારખંડમાં આદિવાસીઓને પક્ષ તરફ ખેંચવા માટેના પ્રયત્નો ભાજપ કરી રહ્યો છે. જોકે મહારાષ્ટ્ર અને ઝારખંડને નજીકથી ઓળખનારાઓનું માનવું છે કે, ભાજપ માટે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં હરિયાણાની જેમ ચૂંટણી જીતવી સહેલી નહીં હોય.

આ સમાચાર શેર કરો