Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Delhi-Dehradun Expressway pole opened in the first rain! inaugurated by PM Modi

VIDEO: પહેલા વરસાદમાં જ 12 હજાર કરોડના દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેની ખુલી પોલ! 14 એપ્રિલે PM MODIએ કર્યું હતું ઉદ્ઘાટન

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે દેશના કરોડો રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની પોલ ખુલી ગઈ છે. માત્ર બે મહિના અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જેનું ઉદ્ઘાટન (Inauguration) કરવામાં આવ્યું હતું, તે રૂ. ૧૨,૦૦૦ કરોડના ખર્ચે બનેલા દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે (Delhi-Dehradun Expressway) પર ચોમાસાના પહેલા જ વરસાદમાં ભયાનક ખાડા પડી ગયા છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ (Viral Video) થયા બાદ કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે અને બે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (Suspend) કરી દીધા છે.

App Store

શામલી પાસે રોડ ધસ્યો, સોશિયલ મીડિયા પર હોબાળો

આ આખી ઘટના ઉત્તર પ્રદેશના શામલી પંથક નજીકની છે. ભારે વરસાદના કારણે એક્સપ્રેસવેનો એક મોટો હિસ્સો ધસી ગયો હતો અને રોડની વચ્ચોવચ ઊંડા તેમજ જોખમી ખાડા પડી ગયા હતા. આશ્ચર્યની વાત એ હતી કે શરૂઆતમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના કોઈ અધિકારી ત્યાં હાજર નહોતા અને અકસ્માત (Accident) રોકવા માટે કોઈ બેરિકેડિંગ (Barricading) પણ કરવામાં આવ્યું નહોતું. સ્થાનિક વાહનચાલકોએ આ લાપરવાહીનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરતા જ સરકારી તંત્ર દોડતું થઈ ગયું હતું.

કેન્દ્ર સરકાર એક્શનમાં: શો-કોઝ નોટિસ અને સસ્પેન્શન

ઘટનાની ગંભીરતાને જોતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે (Ministry of Road Transport and Highways) તાત્કાલિક કડક પગલાં લીધા છે. મંત્રાલય દ્વારા સંબંધિત પ્રોજેક્ટ ડાયરેક્ટર (Project Director), ઓથોરિટી એન્જિનિયર અને ઈપીસી કોન્ટ્રાક્ટર (EPC Contractor) ને 'કારણ દર્શાવો નોટિસ' (Show-Cause Notice) ફટકારવામાં આવી છે.

ઓથોરિટી એન્જિનિયરના ટીમ લીડર (Team Leader) અને કોન્ટ્રાક્ટરના પ્રોજેક્ટ મેનેજર (Project Manager) ને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

NHAI એ આપી સફાઈ: કેમ ધસી ગઈ સડક?

મામલો વણસતા NHAI એ તાબડતોબ ખાડાઓનું સમારકામ (Repairing) કરાવીને હાઈવે વાહનવ્યવહાર (Traffic) માટે ખુલ્લો મૂક્યો છે અને આ ભ્રષ્ટાચાર કે નબળા કામ પાછળ એક વિચિત્ર તર્ક આપ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકોના સતત વિરોધને કારણે ત્યાં કાયમી ક્રોસ-ડ્રેનેજ સિસ્ટમ (Cross-Drainage System - પાણી નિકાલની વ્યવસ્થા) શરૂ થઈ શકી નહોતી. લોકોએ બેલેન્સિંગ કલ્વર્ટ (Balancing Culvert - નાનું નાળું) ને જોડવા દીધું નહોતું અને તેનો ઉપયોગ વાહનોની અવરજવર માટે કરતા હતા. પરિણામે, પહેલી જુલાઈની રાત્રે ભારે વરસાદનું પાણી રોડ પર જમા થઈ ગયું અને સડક ધસી પડી.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પણ સવાલો

આ માત્ર એક જ હાઈવેની વાત નથી; સોશિયલ મીડિયા પર દેશના સૌથી પ્રતિષ્ઠિત એવા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે (Delhi-Mumbai Expressway) પર પણ વચ્ચેથી સડક તૂટી ગઈ હોવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ કરોડો-અબજોના પ્રોજેક્ટ્સની આવી હાલત થતાં હવે કોન્ટ્રાક્ટરોના કામની ગુણવત્તા (Quality) અને સરકારી મોનિટરિંગ (Monitoring) સામે દેશભરમાં ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.