Delhi blast: દિલ્હીમાં 2011 બાદ ફરી મોટો વિસ્ફોટ, જાણો અગાઉ થયેલા બોમ્બ વિસ્ફોટોની વિગતો

Delhi blast: દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં મોતનો આંકડો 8થી વધી રહ્યો છે. જ્યારે ઈજાગ્રસ્તોની સંખ્યા 24 થઈ છે. આ વિસ્ફોટ પાર્કિંગમાં ઊભી રાખેલી કારમાં થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, આસપાસ રહેલી ગાડીઓ પણ સંપૂર્ણ રીતે ભસ્મીભૂત થઈ છે.
આ ઘટનાનો વીડિયો દુર્ઘટનાની ગંભીરતા દર્શાવે છે. દિલ્હીમાં વર્ષ-2011 પછીથી આ પ્રથમ વિસ્ફોટ છે. જો કે, અત્યાર સુધી એ સામે નથી આવ્યું કે, વિસ્ફોટ કઈ રીતે થયો. શરૂઆતના ગાળામાં કહેવામાં આવ્યું હતું કે, સીએનજી કારમાં આગ લાગી છે, પરંતુ વિસ્ફોટને જોયા બાદ ઘણા પ્રકારની આશંકાઓ દર્શાવે છે. જો કે, દિલ્હીમાં આ પ્રથમ વિસ્ફોટની ઘટના નથી. આ અગાઉ પણ દિલ્હીમાં ઘણા જીવલેણ વિસ્ફોટ થઈ ચુક્યા છે. અહીં અમે આવી ઘટનાઓ અંગે દર્શાવી રહ્યા છીએ.
દેશની રાજધાની હોવાથી દિલ્હી ઘણીવાર આતંકવાદી હુમલા અને બોમ્બ વિસ્ફોટનો શિકાર બની છે. આ ઘટનાઓએ માત્ર શહેરને ધ્રૂજાવ્યું જ નહિ પણ આખા દેશની સુરક્ષા વ્યવસ્થા પર એક પ્રશ્નાર્થ મૂક્યું હતું. અહીં આપણે વર્ષ-1997 બાદથી દિલ્હીમાં થયેલા મોટા બોમ્બ વિસ્ફોટ અંગે જાણકારી આપીએ છીએ.
દિલ્હીમાં થયેલા વિસ્ફોટની યાદી
| તારીખ | જગ્યા | મૃતક | વિસ્ફોટોની સંખ્યા | ઈજાગ્રસ્ત | વિગત |
| 9 જાન્યુઆરી | આઈટીઓ પોલીસ હેડ કવાર્ટર | 00 | 01 વિસ્ફોટ | 50 | - |
| 10 ઓક્ટોબર 1997 | શાંતિવન | 01 | 01 વિસ્ફોટ | 16 | - |
| 18 ઓક્ટોબર 1997 | રાનીબાગ | 01 | 02 વિસ્ફોટ | 23 | - |
| 30 નવેમ્બર 1997 | લાલ કિલ્લા | 03 | 03 વિસ્ફોટ | 70 | - |
| 3 જૂન 1999 | ચાંદની ચોક | 00 | 02 વિસ્ફોટ | 27 | - |
| 16 એપ્રિલ 199 | હોલંબી રેલવે સ્ટેશન | 00 | 02 વિસ્ફોટ | 27 | - |
| 6 જાન્યુઆરી 2000 | જૂની દિલ્હી રેલવે સ્ટેશન | 02 | 01 વિસ્ફોટ | 20 | - |
| 27 ફેબ્રુઆરી 2000 | પહાડગંજ રેલવે ટ્રેન | 00 | 01 વિસ્ફોટ |
20 | - |
| 16 માર્ચ 2000 | સદર બજાર | 00 | 01 વિસ્ફોટ | 07 | - |
| 9 મે 2001 | આર્મી હેડ કવાર્ટર | 01 | 02 વિસ્ફોટ | - | |
| 20 મે 2001 | સીજીઓ કોમ્પલેક્સ | 00 | 01 વિસ્ફોટ | 01 | - |
| 11 ઓગસ્ટ 2001 | સાઉથ એક્સ ટેન્શન | 00 | - | - | |
| 13 ડિસેમ્બર 2001 | સંસદ ભવન પર હુમલો | 12 | - | - | |
| 13 ડિસેમ્બર 2001 |
હથિયારધારીઓનો હુમલો, સંસદમાં ઘુસવાનો પ્રયાસ |
- | - | - | - |
| 22 મે 2005 | લિબર્ટી અને સત્યમ સિનેમા | 12 | - | 60 | - |
| 29 ઓક્ટોબર 2005 | સરોજિનીનગર બસમાં વિસ્ફોટ | 01 | 01 | 62 | |
| 14 એપ્રિલ 2006 | જામા મસ્જિદ | 02 | 14 | ||
| 13 સપ્ટેમ્બર 2008 | કરોલ બાગ | 0 | 02 | 14 | |
| 7 સપ્ટેમ્બર 2011 | દિલ્હી હાઈકોર્ટ | 05 | 09 | 50 | |
| 10 નવેમ્બર 2025 | લાલ કિલ્લા, મેટ્રો સ્ટેશન નજીક | 10 | 01 | 24 |
આતંકવાદીઓ હુમલા સાથે સંકળાયેલા હતા મોટાભાગના વિસ્ફોટ
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટમાં મોટાભાગના આતંકવાદી ઘટનાઓ સાથે જોડાયેલા હતા. આમાં ઈન્ડિયન મુજાહિદ્દીન, લશ્કર-ઐ-તૈયબા અને અન્ય આતંકવાદી સંગઠનો સામેલ હતા. આ હુમલાઓએ દિલ્હીની સુરક્ષાને મજબૂત કરવા માટે ઘણા મોટા પગલાં ઉઠાવ્યા. જેમ કે, સીસીટીવી તેમજ ગુપ્તચર તંત્ર મજબૂત બનાવવાનું. આ કારણથી ગત એક દાયકામાં કોઈ બોમ્બ વિસ્ફોટ નથી થયો. જો કે, હવે ફરીથી આવી ઘટના થઈ છે, પરંતુ વિસ્ફોટનું કારણ હજી સ્પષ્ટ નથી.

