Video: અંતિમ સંસ્કારથી પરત ફરતા મોત

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં દિલ્હી-લખનૌ હાઇવે પર બ્રિજઘાટ ખાતે અંતિમ સંસ્કાર પતાવીને પરતી રહેલી એક મોટરસાઇકલ અને પિકઅપ વાહન વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં મોટરસાઇકલ સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે અને પિકઅપ વાહનને કબજે કરી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે






