Video: અર્ણવ વાવાઝોડાની અસર, રસ્તાઓ જળમગ્ન

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 'અર્ણવ' વાવાઝોડાની અસર હેઠળ પડેલા ભારે વરસાદને કારણે કોન્વેન્ટ જંકશન પાસેના રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ટ્રેક પર ભારે પાણી ભરાઈ જવાથી રેલ વ્યવહાર અને રસ્તા પરના વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે અને વાહનો માટે રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.






