Video: ચક્રવાત મુરુસુ ગંભીર વાવાઝોડામાં ફેરવાયું, પાંચ રાજ્યોમાં એનડીઆરએફની 37 ટીમો તૈનાત

સોર્સ: gstv

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત મુરુસુ વધુ તીવ્ર બનીને ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું છે. લેન્ડફોલ સમયે પવનની ઝડપ 100થી 110 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની અને ઝંઝાવાતી પવનની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખીને પાંચ રાજ્યોમાં એનડીઆરએફની કુલ 37 ટીમો તૈનાત કરવામાં આવી છે. જેમાં આંધ્રપ્રદેશને મુખ્ય કેન્દ્રમાં રાખીને 13 ટીમો તૈનાત કરાઈ છે. એનડીએમએ અને ગૃહ મંત્રાલયની બેઠકો બાદ રાહત અને બચાવ કામગીરી માટેની તૈયારીઓ તથા વિવિધ વિભાગો વચ્ચે સંકલન પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત