Video: કન્ટેન્ટ ક્રિએટર્સ સાવધાન...! અભિનેતા 'કિંગ ખાને' એક કન્ટેન્ટ ક્રિએટરને મોકલી કાનૂની નોટિસ.

સોર્સ: gstv

શાહરુખ ખાનના નામે વાયરલ થયેલી કાનૂની નોટિસની અફવા પર અભિનેતાની ટીમે ઇન્ટરવલ પાડી દીધો છે, પરંતુ આ કિસ્સો એ સાબિત કરે છે કે સોશિયલ મીડિયા પર પુરાવા પહેલાં ચુકાદો આપવાની ઉતાવળ કન્ટેન્ટ ક્રિએટર્સને ભારે પડી શકે છે..

શાહરુખ ખાનની અધિકૃત કાયદાકીય ટીમ હિરાની એન્ડ એસોસિએટ્સએ ગુરુવારે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી કે 23 નવેમ્બર, 2026ની તારીખ ધરાવતી કથિત લીગલ નોટિસ શાહરુખ ખાને જારી કરી નથી અને તેમની તરફથી પણ મોકલવામાં આવી નથી. ટીમે જણાવ્યું કે ખાનએ આ નોટિસ મોકલવા માટે તેમને કે અન્ય કોઈ વકીલ અથવા કાયદાકીય ફર્મને સૂચના આપી નહોતી. નિવેદનમાં મીડિયા સંસ્થાઓ અને સોશિયલ મીડિયા પેજને અપીલ કરવામાં આવી હતી કે કોઈ સમાચાર પ્રકાશિત કરતાં પહેલાં તેની સત્યતા તપાસે. જો કોઈ સામગ્રીમાં આ નોટિસને શાહરુખ ખાન સાથે જોડવામાં આવી હોય, તો તેને સુધારવામાં આવે અથવા દૂર કરવામાં આવે. આમ, કથિત નોટિસ અંગે ફેલાયેલા દાવાઓને અભિનેતાની ટીમે સત્તાવાર રીતે નકારી કાઢ્યા છે.

જાહેરાત

આ સમગ્ર વિવાદ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલી એક રીલથી શરૂ થયો હતો. તેમાં તાજેતરમાં યોજાયેલા ગ્લોબલ પીસ ઓનર્સ 2026ના કેટલાક દૃશ્યો દર્શાવવામાં આવ્યા હતા. વીડિયોમાં અનંત અંબાણી આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા, જ્યારે શાહરુખ ખાન અલગથી અનંત અંબાણી સાથે સંવાદ કરતા દેખાયા હતા. શર્મા નામના કન્ટેન્ટ ક્રિએટરની પોસ્ટમાં એવો સંકેત આપવામાં આવ્યો હતો કે વાતચીત દરમિયાન અનંત અંબાણીએ શાહરુખ ખાનને ચુપ રહેવા કહ્યું હતું. આ સંકેતથી સોશિયલ મીડિયા પર અટકળો, ચર્ચાઓ અને વિવાદનો માહોલ ઊભો થયો હતો.

જોકે, શાહરુખની અધિકૃત ટીમે આ નોટિસ સાથે પોતાનો કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો છે. પરિણામે, સોશિયલ મીડિયા પર ફેલાયેલી કથિત કાનૂની કાર્યવાહી અંગે સાવચેતી રાખવાની જરૂર છે. આ ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે વાયરલ થવું અને સાચું હોવું બંને અલગ બાબતો છે..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો

જાહેરાત