VIDEO: કર્ણાટકના રાજ્યપાલ સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, સિદ્ધારમૈયાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા
કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સામે સ્થાનિક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. મુડા કૌભ

કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સામે સ્થાનિક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. મુડા કૌભાંડ સાથેના કથિત જોડાણ માટે સીએમ સિદ્ધારમૈયા સામે કાર્યવાહી કરવાના રાજ્યપાલના આદેશ સામે કોંગ્રેસ બ્રિગેડે વિરોધ પ્રદર્શન કર્યું છે.
જણાવી દઈએ કે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ રાજ્યપાલના આદેશ સામે હાઈકોર્ટમાં અપીલ કરી છે. પોતાની અપીલમાં સિદ્ધારમૈયાએ રાજ્યપાલના આદેશને રદ્દ કરવાની માંગ કરી છે. રાજ્યપાલે સીએમ વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. જમીન કૌભાંડમાં કેસ ચલાવવાનો આદેશ અપાયો હતો.
આરટીઆઈ કાર્યકર્તા ટીજે અબ્રાહમની ફરિયાદના આધારે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાનો નિર્ણય કર્યો હતો. ટીજે અબ્રાહમે MUDA જમીન ફાળવણી કેસમાં કથિત ગેરરીતિઓનો પર્દાફાશ કર્યો હતો. મુખ્યમંત્રી સામે કેસ ચલાવવા માટે રાજ્યપાલની પરવાનગી જરૂરી છે






