મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પ્રતાપગઢના સીઓ જિયા ઉલ હક હત્યા કેસમાં 10 આરોપીઓને આજીવન કેદની સજા

પ્રતાપગઢના સીઓ જિયા-ઉલ-હક હત્યાકાંડમાં તમામ 10 આરોપીઓને આજીવન કારાવાસની સજા સ

પ્રતાપગઢના સીઓ જિયા ઉલ હક હત્યા કેસમાં 10 આરોપીઓને આજીવન કેદની સજા

પ્રતાપગઢના સીઓ જિયા-ઉલ-હક હત્યાકાંડમાં  તમામ 10 આરોપીઓને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી છે. સાથે તમામ આરોપીઓને 19,500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ચુકાદો સીબીઆઈને સ્પેશિયલ કોર્ટે આપ્યો છે.

આજે CBI સ્પેશિયલ કોર્ટના જજ ધીરેન્દ્ર કુમારે તમામ 10 આરોપીઓને આ સજા સંભળાવી છે. જેમાં ફૂલચંદ યાદવ, પવન યાદવ, મનજીત યાદવ, ઘનશ્યામ સરોજ, રામ લખન ગૌતમ, છોટે લાલ યાદવ, રામ આસરે, પન્નાલાલ પટેલ, શિવરામ પાસી અને જગત બહાદુર પટેલ ઉર્ફે બુલ્લે પટેલનો સમાવેશ થાય છે. આ પહેલા 5 ઓક્ટોબરે સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે આ તમામ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા.

2 માર્ચ, 2013ના રોજ કુંડાના બલીપુર ગામના વડા નન્હે યાદવની જમીનના વિવાદને કારણે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ તેના સમર્થકો હથિયારો સાથે બલીપુર પહોંચ્યા હતા અને કમતા પાલના ઘરને આગ લગાડી હતી.

આ સમાચાર શેર કરો