Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Cloud burst in Bilaspur, Himachal

VIDEO: હિમાચલના બિલાસપુરમાં વાદળ ફાટ્યું, અનેક રસ્તાઓ ધોવાયા- વાહનો કિચડમાં ફસાયા

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : X

હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં હવામાન ફરી બગડવા લાગ્યું છે. હિમાચલના નૈના દેવી વિધાનસભા ક્ષેત્રના બિલાસપુર જિલ્લાના નામહોલમાં રાત્રે વાદળ ફાટતાં અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. ગામની ખેતીલાયક જમીનનું મોટાપાયે ધોવાણ થયું છે.વાહનો પણ કિચડમાં ફસાઈ ગયા છે. 

App Store

જણાવી દઈએ કે, ઘણાં વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે શિમલામાં 13 અને 14 સપ્ટેમ્બરના રોજ ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. કાંગડા, ઉના, હમીરપુર, બિલાસપુર અને મંડી જિલ્લાના કેટલાક ભાગોમાં હળવા અને ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે શિમલા, સિરમૌર, સોલન, કુલ્લુ અને ચંબા જિલ્લામાં વિવિધ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ અપાયું છે. 

વાદળ ફાટવું

હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના શ્રીનૈના દેવી વિસ્તારના નામહોલમાં ગઈકાલે રાત્રે વાદળ ફાટવાથી ઘણું નુકસાન થયું છે. રસ્તાઓ ઉપરાંત રહેણાંક મકાનોને પણ નુકસાન થયું છે.  કેટલાક વાહનો પણ આ નુકસાનની ઝપેટમાં આવી ગયા છે. સીએમ સુક્ખુએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને મદદની જાહેરાત કરી છે.