VIDEO: પવિત્ર કેદારનાથ ધામને પ્રદૂષણમુક્ત રાખવા માટે સ્વચ્છતા અભિયાન
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત પવિત્ર કેદારનાથ ધામને પ્રદૂષણમુક્ત રાખવા માટે સ્

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત પવિત્ર કેદારનાથ ધામને પ્રદૂષણમુક્ત રાખવા માટે સ્વચ્છતા અભિયાન વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. તીર્થયાત્રીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા મંદિર પરિસર અને સમગ્ર યાત્રા માર્ગ પર સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. કચરાના યોગ્ય નિકાલ અને પર્યાવરણની જાળવણી માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે.


