'કોપી કેસની ઘટના સામે આવી તો સેન્ટર હંમેશા બેન થઈ જશે', બોર્ડ એક્ઝામ અંગે મુખ્યમંત્રીની ચેતવણી
મહારાષ્ટ્રમાં મંગળવારથી 12માની બોર્ડની એક્ઝામ શરૂ થઈ ગઈ છે જે 18 માર્ચ 2025 સુધી ચાલશે. બોર્ડ એક

મહારાષ્ટ્રમાં મંગળવારથી 12માની બોર્ડની એક્ઝામ શરૂ થઈ ગઈ છે જે 18 માર્ચ 2025 સુધી ચાલશે. બોર્ડ એક્ઝામમાં નકલ- કોપીકેસ રોકવા માટે મહારાષ્ટ્ર સરકાર ખૂબ સખ્ત થતી નજરે આવી છે. મુખ્યમંત્રીએ પણ આ બાબતે ચેતવણી આપી છે. આ વર્ષે 12મા ધોરણમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં 8.10 લાખ છોકરાઓ અને 6.94 લાખ છોકરીઓ છે.
મુખ્યમંત્રીએ આ અંગે નારાજગી વ્યક્ત કરી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, જે પરીક્ષા કેન્દ્રોમાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાઓમાં મોટા પાયે ચોરી થતી જોવા મળશે તો એ સેન્ટરને કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવશે. મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અનુસાર, ધોરણ 12ની પરીક્ષાના પહેલા દિવસે ગેરરીતિ- ચોરીના 42 કેસ નોંધાયા હતા. મંગળવારે ફડણવીસે અધિકારીઓને ડ્રોન અને વિડિયો કેમેરાથી સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
કલમ ૧૪૪ વચ્ચે બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ
સરકારે પરીક્ષા કેન્દ્રોની આસપાસ કલમ ૧૪૪ લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પોતે આ પરીક્ષાઓમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છે. આમ છતાં મંગળવારે કેટલાક કેન્દ્રો પર કોપી- ગેરરીતિના કેસ નોંધાયા હતા.
મુખ્યમંત્રીએ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા
મુખ્યમંત્રીએ એવો પણ નિર્દેશ આપ્યો હતો કે, જો કોપી- નકલ કરાવવામાં કોઈ શાળા કર્મચારી કે શિક્ષક સંડોવાયેલા જોવા મળે તો તેમને બરતરફ કરી દેવામાં આવે. ફડણવીસે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓ સાથે પણ વાત કરીને પરીક્ષાની તૈયારીઓનો તાગ મેળવ્યો. મુખ્યમંત્રીએ કહ્યું કે, તમામ જિલ્લા મેજિસ્ટ્રેટે ખાસ ટુકડીઓ બનાવવી, જે પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલા પરીક્ષા કેન્દ્રો પર પહોંચે અને જ્યાં સુધી ઉત્તરવહીઓ યોગ્ય જગ્યાએ જમા ન થાય ત્યાં સુધી હાજર રહે.
3 હજારથી વધુ કેન્દ્રો પર બોર્ડ પરીક્ષાઓ લેવાશે
મુખ્યમંત્રીએ કહ્યું કે, જે પરીક્ષા કેન્દ્રોમાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાઓમાં મોટા પાયે કોપી કેસના સમાચારા છે. એવા સેન્ટરોને કાયમી ધોરણે બંધ કરી દેવાશે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં ૩,૩૭૩ કેન્દ્રો પર ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે અને ૧૮ માર્ચ સુધી ચાલુ રહેશે. રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું હતું કે, "ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાના પહેલા દિવસે કોપી- નકલના 42 કેસ નોંધાયા હતા.







