ગેન્ગસ્ટર છોટા શકીલના સાળાનું હાર્ટ એટેકથી નિધન, દાઉદ ગેન્ગ સાથે જોડાયેલો હતો
ગેંગસ્ટર છોટા શકીલના સાળા આરીફ શેખ ઉર્ફે આરીફ ભાઈજાનનું મુંબઈની જેજે હોસ્પિટલમાં હાર્ટ એટેક

ગેંગસ્ટર છોટા શકીલના સાળા આરીફ શેખ ઉર્ફે આરીફ ભાઈજાનનું મુંબઈની જેજે હોસ્પિટલમાં હાર્ટ એટેકથી નિધન થયું છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધિત ટેરર ફંડિંગ કેસમાં NIA દ્વારા 2022માં તેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે આર્થર રોડ જેલમાં હતો.
આરિફ અને તેના ભાઇ શબ્બીર શેખની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા મે 2023માં ગેન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલ સહિત તેના કેટલાક નજીકના સાથીઓ સામે ટેરર ફંડિંગ કેસના સંબંધમાં ધરપકડ કરવાામં આવી હતી. વિવિધ અદાલતોએ તેની જામીન અરજી ફગાવી દીધી હતી.
NIAએ ફેબ્રુઆરી, 2022માં દાઉદ, તેના ભાઇ અનીસ અને છોટા શકીલ સહિત અન્ય લોકો સામે શસ્ત્રોની દાણચોરી, નાર્કો-ટેરરિઝમ, મની લૉન્ડરિંગ, નકલી ભારતીય ચલણી નોટો સહિત અનેક આરોપોમાં કથિત સંડોવણી બદલ કેસ નોંધ્યો હતો. તેમના પર આતંકવાદી ભંડોળ એકત્ર કરવા અને લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને અલ કાયદા જેવા આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે સક્રિય સહયોગમાં કામ કરવા માટે સંપત્તિના સંપાદનમાં સામેલ હોવાનો પણ આરોપ હતો.






