મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

છત્તીસગઢ/ દુર્ગમાં બસ ખાણમાં ખાબકતા 14 લોકોના મોત, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ગઈકાલે મોડી રાતે એક બસ ખાણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અત્ય

છત્તીસગઢ/ દુર્ગમાં બસ ખાણમાં ખાબકતા 14 લોકોના મોત, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ગઈકાલે મોડી રાતે એક બસ ખાણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકો માર્યા ગયા છે. સાથે 15થી વધુ લોકો ઘાયલ થયાની માહિતી મળી રહી છે. બસ લગભગ 50 મીટર ઊંડી ખાણમાં ખાબકી હતી. આ દુર્ઘટના પર વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.

વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટમાં લખ્યું કે છત્તીસગઢના દુર્ગમાં થયેલી દુર્ઘટના વિશે જાણીને ઘણું દુઃખ થયું. જે લોકોએ તેમના પરિજનો ગુમાવ્યાં તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી કામના છે. આ મામલે દુર્ગના કલેક્ટર ઋચા પ્રકાશ ચૌધરીએ મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા હતા.

 

કેવી રીતે દુર્ઘટના સર્જાઈ…?

આ મામલે માહિતી આપતાં જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે ઘાયલોની એઈમ્સ તથા એપેક્સ અને અન્ય હોસ્પિટલોમાં સારવાર કરવામાં આવી રહી છે. ઘાયલોએ માહિતી આપી કે આ એક કંપનીના કર્મચારીઓની બસ હતી. તેઓ રાતે કામ પૂરું કરી ઘરે પાછા ફરી રહ્યા હતા તે સમયે દુર્ઘટના સર્જાઈ હતી. બસમાં મુસાફરો વધારે હતા અને ડ્રાયવર લાઈટ વિના જ બસ હંકારી રહ્યો હતો. વધારે સ્પીડ સાથે દોડતી બસ એકાએક મુરમની માટીની ખાણમાં પડી ગઈ હતી.

દુર્ગના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતું કે 30 થી વધુ લોકોને લઈ જતી બસ રસ્તા પરથી સરકી ગઈ હતી અને મુરુમ માટીની ખાણના ખાડામાં પડતા પલટી ગઈ હતી. મુરુમ માટીનો ઉપયોગ મોટાભાગે બાંધકામના કામોમાં થાય છે. એસપીએ જણાવ્યું હતું કે ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો અને સ્થાનિક લોકોની સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો