મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કેન્દ્ર સરકારે પૂજા ખેડકરને ટ્રેઇની IASના પદ પરથી મુક્ત કરી

કેન્દ્ર સરકારે પૂજા ખેડકરને તાત્કાલીક અસરથી ટ્રેઇની IASના પદ પરથી મુક્ત કરી છે. વ

કેન્દ્ર સરકારે પૂજા ખેડકરને ટ્રેઇની IASના પદ પરથી મુક્ત કરી

કેન્દ્ર સરકારે પૂજા ખેડકરને તાત્કાલીક અસરથી ટ્રેઇની IASના પદ પરથી મુક્ત કરી છે. વિવાદાસ્પદ IAS ઓફિસર પૂજા ખેડકરને નોકરીમાંથી હટાવી દેવામાં આવી છે. પૂજા ખેડકર, મહારાષ્ટ્રના પુણેમાં 34 વર્ષીય તાલીમાર્થી IAS અધિકારીએ UPSC પસંદગીને લઈને વિવાદમાં હતી. તેના પર UPSC CSE-2022ની પરીક્ષામાં બેસવા માટે તેની અંગત માહિતી અને અપંગતા અંગે ખોટી માહિતી આપવાનો આરોપ છે. યુપીએસસીએ તેમને અયોગ્ય જાહેર કરી છે.

ઉલ્લેખનીય છે કે પૂજા ખેડકરે યુપીએસસીમાં પોતાને નોન ક્રીમીલિયર ઓબીસી બતાવીને આ ક્વોટાનો લાભ લીધો હતો. જ્યારે તેના પિતાએ ચૂંટણીના સોગંદનામામાં પોતાની સંપત્તિ 30 કરોડ જાહેર કરી હતી. એટલું જ નહીં પૂજાની પોતાની સંપત્તિ પણ કરોડોમાં છે. એવામાં તે નોન ક્રિમિલિયર ક્રાઇટ એરિયાથી બહાર છે. પૂજાએ એક ઈન્ટરવ્યૂમાં એ પણ કહ્યુ હતુ કે, તે પોતાના પિતાથી અલગ રહે છે.

OBC ક્વોટામાંથી મળેલી નોકરી પર પ્રશ્ન?

32 વર્ષીય પૂજા ખેડકરને OBC અને બેન્ચમાર્ક ડિસેબિલિટી (PWBD) ક્વોટા દ્વારા ભારતીય વહીવટી સેવા (IAS)માં નોકરી મળી. તેમણે પસંદ કરેલી OBC કેટેગરીની વાર્ષિક મર્યાદા રૂ. 8 લાખ છે. આ મર્યાદાથી ઉપરની કોઈપણ વ્યક્તિ નોકરી માટેના ક્વોટાનો લાભ લઈ શકશે નહીં. ત્યારે હવે સવાલ ઉઠી રહ્યો છે કે પૂજાને આ ક્વોટામાં નોકરી કેવી રીતે મળી?

કેન્દ્ર સરકારે પ્રોબેશનરી IAS ઓફિસર પૂજા ખેડકર સાથે જોડાયેલા વિવાદની તપાસ માટે એક સભ્યની સમિતિની રચના કરી હતી. 

22 કરોડની માલિકી

પૂજા ખેડકરની નેટવર્થની જે વિગતો બહાર આવી છે તેનાથી દરેકને આશ્ચર્ય થયું છે. પૂજા પાસે 22 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેની વાર્ષિક આવક 42 લાખ રૂપિયા છે. 2023 બેચના અધિકારીએ 28 જાન્યુઆરી, 2023 ના રોજ સેવામાં જોડાતા પહેલા સરકારને સબમિટ કરેલા નાણાંકીય ડિસ્ક્લોઝર્સમાં 42 લાખ રૂપિયાની વાર્ષિક આવક પણ નોંધાવી છે.

જમીન, ફ્લેટ, પ્લોટ માત્ર પૂના અને અહમદનગરમાં પ્લોટ

ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DOPT) પોર્ટલ પર પૂજા વિશે લખ્યું છે કે 2023 માં, પૂજા ખેડકર સાત સ્થાવર મિલકતોની માલિકી ધરાવે છે, જેમાં ત્રણ પ્લોટ, જમીનના ત્રણ ટુકડા અને એક ફ્લેટનો સમાવેશ થાય છે, જે મોટાભાગે પુણે અને અહમદનગર જિલ્લામાં છે.

લક્ઝરી કાર, સોનું, હીરા

આ સિવાય પૂજાના પિતા અને રિટાયર્ડ ઓફિસર દિલીપ ખેડકર પાસે પણ વધુ પ્રોપર્ટી છે. લોકસભા ચૂંટણી દરમિયાન ભારતના ચૂંટણી પંચમાં સબમિટ કરવામાં આવેલા અન્ય એક સોગંદનામા મુજબ, તેઓ લક્ઝરી કાર, સોના અને હીરાની માલિકી ધરાવે છે અને બે ખાનગી કંપનીઓમાં ભાગીદારી ધરાવે છે.

આ સમાચાર શેર કરો