VIDEO: જમ્મુ-કાશ્મીરના વિશ્વના સૌથી ઊંચા આર્ક રેલવે બ્રિજ, ચિનાબ બ્રિજ પર યોગાભ્યાસની ઉજવણી
સોર્સ : GSTV
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં, જમ્મુ-કાશ્મીરના વિશ્વના સૌથી ઊંચા આર્ક રેલવે બ્રિજ, ચિનાબ બ્રિજ પર એક અદભૂત અને ગૌરવપૂર્ણ દ્રશ્ય જોવા મળ્યું હતું. અહીં એનસીસી કેડેટ્સ દ્વારા ઉત્સાહપૂર્વક યોગાસનો કરવામાં આવ્યા હતા. ઈતિહાસ અને આધુનિક એન્જિનિયરિંગના સંગમ સમાન આ આઇકોનિક બ્રિજ પર યુવાનો દ્વારા કરવામાં આવેલી આ યોગાભ્યાસની પ્રવૃત્તિ દેશની એકતા અને શારીરિક-માનસિક સુખાકારીનો સંદેશ આપે છે. વાદળોની વચ્ચે આવેલા આ ભવ્ય સ્થળે કેડેટ્સનો ઉત્સાહ અને યોગની શાંતિનું મિશ્રણ ખૂબ જ આકર્ષક લાગતું હતું, જેણે આ દિવસની ઉજવણીને વધુ યાદગાર બનાવી દીધી છે....

