મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ગુરુ રામદાસજીના પ્રકાશ પર્વની ઉજવણી

સોર્સ: gstv

અમૃતસરમાં આવેલ પવિત્ર શ્રી હરિમંદિર સાહિબ ખાતે ચોથા સિખ ગુરુ, શ્રી ગુરુ રામદાસજીના પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ પાવન અવસરે ભક્તોએ પવિત્ર સરોવરમાં આસ્થાની ડૂબકી લગાવી હતી અને દરબાર સાહિબમાં નતમસ્તક થઈ દેશ અને દુનિયામાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. પ્રકાશ પર્વ નિમિત્તે સમગ્ર મંદિર પરિસરને મનોહર દીપમાળા અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ગુરુદ્વારા પ્રબંધક કમિટી દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં દિવસભર વિશેષ કીર્તન અને ગુરુના લંગરનું આયોજન પણ કરાયું હતું.

આ સમાચાર શેર કરો