મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

CBSE 12મા ધોરણનું પરિણામ જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)નું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. CBSEએ સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પ

CBSE 12મા ધોરણનું પરિણામ જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)નું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. CBSEએ સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે ધોરણ 12નું 88.39 ટકા પરિણામ નોંધાયું છે. ગત વર્ષે CBSC ધોરણ 12નું પરિણામ 87.9 ટકા નોંધાયું હતું. જેમાં આ વર્ષે વધારો નોંધાયો છે. 

આ વર્ષે CBSE એ 7,842 પરીક્ષા કેન્દ્રો અને 26 આંતરરાષ્ટ્રીય સ્થળોએ બોર્ડ પરીક્ષાઓનું આયોજન કર્યું હતું. જેમાં 42 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 24.12 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ના અને 17.88 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12ના હતા. ધોરણ 10ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2025 દરમિયાન લેવામાં આવી હતી. ધોરણ 12ના પેપર 4 એપ્રિલ, 2025ના રોજ પૂર્ણ થયા હતા. બધી શાળાઓએ 14 ફેબ્રુઆરી સુધીમાં પ્રેક્ટિકલ માર્ક્સ સબમિટ કરી દીધા હતા.

કેવી રીતે જોઇ શકો છો પરિણામ

CBSEએ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી કે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ઓફિશિયલ વેબસાઇટ — cbse.gov.in, cbseresults.nic.in અને results.cbse.nic.in — પર જઇને ચેક કરી શકો છો.આ સિવાય વિદ્યાર્થી પોતાની ડિઝિટલ માર્કશીટ અને પ્રમાણપત્રને
DigiLocker એપના માધ્યમથી પણ પ્રાપ્ત કરી શકે છે.આ સાથે જ વિદ્યાર્થીઓ UMANG એપ અને SMS સેવાના માધ્યમથી પણ પરિણામ મેળવી શકે છે.

આ સમાચાર શેર કરો